આરંભ હૈ પ્રચંડ:PSI અને LRDની ભરતી પરીક્ષા માટે શહેરના યુવાઓમાં ઉત્સાહનો સંચાર

ભુજ11 દિવસ પહેલા
  • કૉપી લિંક

આગામી ડિસેમ્બર મહિનામાં ગુજરાત પોલીસના લોક રક્ષક દળ અને પીએસઆઇ સંવર્ગની ભરતી પ્રક્રિયા માટે શારીરિક કસોટી યોજાવાની છે. જેને લઈને યુવાઓમાં બમણો ઉત્સાહ જોવા મળી રહ્યો છે,શિયાળાની શરૂઆત સાથે જ શહેરમાં વહેલી સવારે અનેક વિદ્યાર્થીઓ અને ઉમેદવારો શારીરિક કસોટીની તૈયારીઓ માટે રસ્તાઓ,બગીચાઓ તેમજ ગ્રાઉન્ડમાં દોડતા નજરે પડે છે.

સામાન્ય રીતે શિયાળામાં બગીચા અને મેદાનોમાં મોર્નિંગ વોક માટે આવતા લોકોની ભીડ જોવા મળતી હોય છે, જોકે ગુજરાત પોલીસમાં લોકરક્ષક દળમાં ભરતીની જાહેરાત બાદ ઉમેદવારો શારીરિક કસોટીની તૈયારી કરી રહ્યા છે જેથી ભુજમાં સવાર - સાંજ લાલન કોલેજ સહિતના ક્રિકેટના મેદાનોમાં, રોડ પર તથા જાહેર બગીચા અને વોક વે માં દોડની પ્રેક્ટિસ અને કસરત કરતા ઉમેદવારો જોવા મળી રહ્યા છે. આ વર્ષે પ્રથમ ફીઝીક્લ રાઉન્ડ રહેશે અને ત્યાર બાદ લેખિત પરીક્ષા યોજાશે તેવું જાણવા મળ્યું છે.લાલન કોલેજના મેદાનમાં 100 થી વધુ યુવાઓ પ્રેક્ટિસ કરી રહ્યા છે.

પોલીસ પરેડ ગ્રાઉન્ડમાં અધિકારીઓ દ્વારા અપાય છે નિઃશુલ્ક તાલીમ
પશ્ચિમ કચ્છ પોલીસવડા સૌરભ સિંઘના માર્ગદર્શન હેઠળ હેડક્વાર્ટર ડીવાયએસપી બી‌.એમ.દેસાઈ અને RSI એસ.એમ.ચૌહાણ દ્વારા પોલીસ ભરતી માટે શારિરીક કસોટીની તૈયારી કરતાં કચ્છના યુવાનોને ભુજ ખાતે પોલીસ પરેડ ગ્રાઉન્ડમાં માર્ગદર્શન અને તાલીમ આપવામાં આવે છે.વિદ્યાથીઓ રનીંગ પ્રેક્ટિસ કરી શકે એ માટે ક્રિકેટ ગ્રાઉન્ડ પણ આપવામાં આવ્યું છે.ડીવાયએસપી દેસાઈએ જણાવ્યું કે,છેલ્લા 15 દિવસથી આ તાલીમ આપવામાં આવી રહી છે,વિદ્યાથીઓ સવારે 6:30 વાગ્યાથી 9 વાગ્યા સુધી તૈયારી કરવા માટે આવી શકે છે,પોલીસ દ્વારા નિઃશુલ્ક માર્ગદર્શન અને પ્રેક્ટિસ કરાવવામાં આવે છે.જેથી શારીરિક કસોટીની તૈયારી કરતા મહત્તમ યુવાનો પોલીસ પરેડ ગ્રાઉન્ડમાં રનિંગ પ્રેક્ટિસ માટે જોડાઈ સેવાનો ઉપયોગ કરે તે માટે અપીલ કરી હતી.તો RSI ચૌહાણે કહ્યું કે,ઉમેદવારોને તાલીમમાં વર્તન, પહેરવેશ,લોકો સાથે વ્યવહાર સહિતની બાબતો અંગે પણ સમજ અપાઈ છે.

અન્ય સમાચારો પણ છે...