વેકસીનેશન:કચ્છમાં માસુમ બાળકોને ન્યુમોનિયાની રસી આપવાની કામગીરીનો આરંભ

ભુજએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લામાં 45 થી 50 હજાર બાળકોને વેકસીન આપવાનો ટાર્ગેટ

નાના બાળકોને મગજના તાવ અને ન્‍યુમોનિયાની બીમારીથી બચાવવા માટે સરકાર દ્વારા પીસીવી રસી(ન્યુમોનિયા વેકસિન) આપવાની કામગીરી શરૂ કરાઇ છે. કચ્છ જિલ્લામાં પણ પ્રથમ દિવસે વિવિધ કેન્દ્રોમાં દોઢ માસના બાળકોને રસીનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો હતો. ન્યુમોકોકલ રોગ એ સ્ટ્રેપ્ટોકોકસ ન્યુમોનીયા નામનાં જીવાણુ દ્રારા થનાર રોગના સમુહનું નામ છે. જેમાં બાળકને તાવ, ઉધરસ, છાતીનું અંદર ખેંચાવું, શ્વાસ લેવામાં તકલીફ, તીવ્ર શ્વાસ અને ગળામાં સસણી બોલવી વગેરે થાય છે. ગંભીર પરિસ્થિતીમાં આંચકી આવી શકે, બેભાન થઇ શકે, અને બાળકનું મૃત્‍યુ પણ થઇ શકે છે ત્યારે બીમારીથી બચવા માટે રસીના ત્રણ ડોઝ લેવા જરૂરી છે.

અધિક જિલ્લા આરોગ્ય અધિકારી ડો.પ્રેમકુમાર કન્નરે જણાવ્યું કે,મગજના તાવ અને ન્યુમોનિયાની બીમારીથી બચવા માટે નાના બાળકોને આ રસી આપવી જરૂરી છે.બાળકોને દોઢ માસ, સાડા ત્રણ માસ અને નવમા મહિને રસીનો ડોઝ લેવો પડે છે.હાલ જિલ્લામાં દોઢ માસની આયુ ધરાવતા 45 થી 50 હજાર બાળકો છે.જેઓને આ રસી આપવામાં આવશે.સોમ અને બુધવારે મમતા દિવસ નિમિત્તે આંગણવાડી તેમજ બાકીના દિવસોએ સરકારી દવાખાનાઓમાં આ રસી મળી રહેશે તેવું ઉમેર્યું હતું.

ભચાઉના 35 સ્થળોએ વેકસીનેશન શરૂ કરાયું
ભચાઉ તાલુકા આરોગ્ય અધિકારી ડો. નારાયણ સિંઘની આગેવાનીમાં તાલુકાના 35 જેટલા સ્થાનો પર પીસીવી રસીકરણનો આરંભ કરાયો હતો. જેમાં ખડીરના જનાણ, ચોબારી, મનફરા, શિકરા, આધોઇ, જેવા મુખ્ય ગામો અને અન્ય ગામોમાં નાના બાળકોને ન્યુમોનિયાની રસી અપાઈ હતી.

અન્ય સમાચારો પણ છે...