પ્રારંભ:20 ડિસેમ્બરના રોજ સ્મૃતિવનથી મોટરસાઇકલ અભિયાનનો પ્રારંભ

ભુજએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • છ દિવસમાં 2400 કિ.મી.નું અંતર કાપીને 25 ડિસેમ્બરના દિલ્હીમાં થશે સમાપ્ત

બોર્ડર રોડ ઓર્ગેનાઈઝેશન દ્વારા ઈન્ડીયા@75 મોટરસાઇકલનો આરંભ કરાયો હતો. આ અભિયાન અંતર્ગત લખપત કિલ્લાના સરહદી વિસ્તારોમાં તૈનાત સૈનિકો સાથે વાર્તાલાપ કરવાની તક મળી હતી. સાહસવીરોએ કોટેશ્વર મંદિરની મુલાકાત લીધી અને ઉપસ્થિત સ્થાનિકો સાથે સૈન્યની બહાદુરી અને બલિદાનને ઉજાગર કરવા અને દેશભક્તિની ભાવનાને પ્રેરિત કરવા સરહદી માર્ગોથી લોકોને અવગત કરવાનો ઉદ્દેશ સમજાવ્યો હતો. યુવાનોને કારકિર્દી વિશે સમજાવીને બોર્ડર રોડ ઓર્ગેનાઈઝેશનમાં જોડાવા માટે પ્રેરિત કર્યા હતા.

બ્રિગેડિયર સુધાંશુ શર્મા, સેના મેડલ, કમાન્ડર, 75 ઇન્ફન્ટ્રી બ્રિગેડ, 20 ડિસેમ્બરના રોજ સ્મૃતિવન મેમોરિયલ, ભુજ ખાતેથી આ મોટરસાઇકલ અભિયાનને ફ્લેગ ઓફ કરાવશે. સ્વતંત્ર ભારતના 75માં વર્ષ આઝાદી કા અમૃત મહોત્સવ નિમિત્તે આયોજન કરાયું છે. રેલીમાં ભાગ લેનારા દસ બાઈક સવારો બોર્ડર રોડથી બાડમેર, બિકાનેર, અમૃતસર, ફિરોઝપુરમાંથી પસાર થશે અને છ દિવસના સમયગાળામાં આશરે 2400 કિલોમીટરનું અંતર કાપીને 25 ડિસેમ્બર 2021ના રોજ દિલ્હીમાં સમાપ્ત થશે.

રેલીને લીલી ઝંડી આપતાં 75 બ્રિગેડના કમાન્ડરે કહ્યું કે આ એક ઐતિહાસિક વર્ષ છે અને દેશના સરહદી વિસ્તારોમાં આદાનપ્રદાનનું ખૂબ મહત્વ છે. તેમણે કહ્યું કે આ પ્રકારના આયોજનથી લોકો સાથે જોડાવા અને તેમને બોર્ડર રોડ ઓર્ગેનાઈઝેશનની બહાદુરી અને બલિદાનની યાદ અપાવવા માટે મહત્વપૂર્ણ છે. તેમણે તમામ સહભાગીઓને શુભેચ્છા પાઠવી અને તેમની હિંમતની પ્રશંસા કરી હતી.

અન્ય સમાચારો પણ છે...