કોરોનાને કારણે અંદાજીત અઢી માસથી કચ્છના આઈટીઆઈ સંકુલ તેમજ પોલિટેક્નિક કોલેજમાં કાચા લાયસન્સની કામગીરી બંધ હતી, ૧લી જુનથી આઈટીઆઈમાં કાચા લાયસન્સની કામગીરી શરુ કરી દેવાઇ છે. અગાઊની સ્લોટ મર્યાદા જેટલી જ એપોઇન્ટમેન્ટ અપાતી હોવાથી અરજદારોનો ભરાવો પણ વધુ સમય નહી રહે અને લોકો વહેલી તકે લાયસન્સ મેળવી શકશે.
કોરોનાને કારણે લોકડાઊન લાદવામાં આવ્યું તે પુર્વે અનેક અરજદારોએ એપોઇન્ટમેન્ટ લીધી હતી પણ સંરુલ બંધ રહેતા તેમની પરીક્ષા લેવાઇ ન હતી અને લાયસન્સ મળ્યા ન હતા. અગાઊના અરજદારો જેમણે એપોઇન્ટમેન્ટ લઇ લીધી હશે અને ફેઇલ ગઇ હોય તેમને રિસિડ્યુલ કરવામા વહેલી કારખ આપવામાં આવશે. તો નવા અરજદારો પણ કાચા લાયસન્સ માટે અરજી કરી શકશે. એપોઇન્ટમેન્ટનો ભરાવો ન થાય તે માટે અરજદારો માટે અગાઊની મર્યાદા જેટલા જ સ્લોટ ખુલ્લા રખાયા છે જેથી હેરાનગતી ક્ન થાય અને લોકોનો ભરાવો પણ ન થાય.
આ અંગે આઈટીઆઈ ભુજના મનિષ પુરાણી સાથે વાત કરતા તેમણે કહ્યું કે કોરોનાને કારણે અત્યાર સુધી લર્નિંગ લાયસન્સની કામગીરી બંધ રાખવામાં આવી હતી તે પહેલી જુનથી શરુ કરી દેવાઇ છે. આખો દિવસ ઓફિસ કલાકોમાં લાયસન્સ માટે અરજદારોની પરીક્ષા લેવાય છે. અકાઊ જેટલી સ્લોટની મર્યાદા હકી એટલી જ રાખવામાં આવી છે, સ્લોટ ઘટાડાયા નથી તેમ ઉમેર્યું હતુ.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.