સુવિધા:જનરલ હોસ્પિટલમાં 30 પથારીવાળો મનોરોગીનો વોર્ડ શરૂ

ભુજએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગંભીર પ્રકારના મનોરોગીને દાખલ કરી સારવાર અપાશે

ભુજની અદાણી સંચાલિત જી.કે. જનરલ હોસ્પિટલમાં ચાલતા મનોચિકિત્સા વિભાગમાં આવતા દર્દીઓને લાંબાગાળાની તપાસ, સારવાર, કાઉન્સેલિંગ, શેક સારવારની જરૂરિયાત ઊભી થાય તો તેમને દાખલ કરવા આવશ્યક હોવાથી 30 પથારીનો ઇન્ડોર સાઇકિયાટ્રી વોર્ડ શરૂ કરવામાં આવ્યો છે.

આ અંગે વિગતો આપતાં મનોચિકિત્સા વિભાગના વડા ડો.મહેશ ટીલવાની અને આસી. પ્રો. ડો. ચિરાગ કુંડલિયાએ કહ્યું કે, દર્દીના દર્દ મુજબ વોર્ડ તૈયાર કરવામાં આવ્યો છે. જુદા જુદા ચાર રૂમમાં વિભાજિત આ વોર્ડમાં સીસીટીવી કેમેરા, દરેક બારીઓમાં ગ્રીલ સહિતની તમામ સાવધાની રાખવામા આવી છે. આ વિભાગમાં જુદા જુદા પ્રકારના દર્દીઓ દાખલ કરવાના હોવાથી તેમની માનસિક પરિસ્થિતિને અનુરૂપ વિભાગોનું નિર્માણ કરવામાં આવ્યું છે.

સામાન્ય રીતે વ્યસનના બંધાણીને તલબથી લક્ષણો આવતા હોય ત્યારે તેમને પ્રોત્સાહિત કરવા દૈનિક નિરીક્ષણ માટે રાખવામા આવે છે. જેમને આપઘાત કે મૃત્યુના સતત વિચારો સતાવતા હોય તેવા સિવિયર ડિપ્રેશનના દર્દીને દાખલ કરવા જરૂરી બને છે. અતિશય ઉશ્કેરાટમાં,ગુસ્સામાં હોય તેવા ઉન્માદ(મેનીયા)ના દર્દી ઉપરાંત મનોવિચ્છિન્તા(સ્કીઝોફેનિયા) અને પ્રસૂતિ પછીના સ્કાયસોસિસ પરિસ્થિતિમાં દર્દીને દાખલ કરવા જરૂરી બને છે તેમ તબીબોએ ઉમેર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...