આદેશ:કચ્છ જિલ્લાના પાંચ ટોલ નાકે ટેક્સ ભરવા કલેક્ટરે જાહેરનામા દ્વારા આદેશ કરાયો

ભુજએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • વાહન ચાલકોને બાયપાસ રસ્તો પૂરો પાડવા પર પ્રતિબંધ

વાહન ચાલકો ટોલનાકે ટેક્સ ભર્યા વિના બાયપાસ માર્ગે નીકળી જતા હોવાથી જિલ્લા સમાહર્તાએ વાહન ચાલકોને ખાનગી માલિકીની જમીનમાંથી બાયપાસ રસ્તો આપવા મુદ્દે રોક લગાવી છે. કચ્છમાં મોખા, સામખિયાળી, સૂરજબારી, માખેલ અને ધાણેટી એમ 5 ટોલ પ્લાઝા લોકેશન નિયત કરાયાં છે અને સરકારના જાહેરનામા મુજબ જુદાં-જુદાં વાહનોને ટોલટેક્ષ ભરવામાંથી મુકિત અથવા કન્સેશન આપવાની જોગવાઇ કરાઇ છે.

ટોલ નાકાની આસપાસ જુદા-જુદા ગામો આવેલા છે. આ ગામોના લોક કોમર્સિયલ વાહનો ધરાવે છે. આવા વાહન ધારકો રાજય સરકારના જાહેરનામાનો અમલ કરી નિયત ટોલ ચાર્જ ચુકવણી ન કરતા હોવાથી આ ટોલ નાકા ખાતે અવાર-નવાર સુલેહ શાંતિનો ભંગ થવાના અને નિયત કંપનીના એજન્ટો, નોકરો તેમજ સિકયુરીટી સ્ટાફ વચ્ચે જાહેરમાં મારા-મારી અને તોડફોડના બનાવો બને છે. કેટલાક લોકો ટોલનાકા નજીકમાં આવેલી તેમની જમીનમાં થઇને વાહનોને ટોલ ગેઇટમાંથી પસાર થવું ન પડે તે રીતે બાયપાસ થવાની સવલત પુરી પાડે છે.

આવા વાહનો ટોલ ગેઇટથી પસાર થતા ન હોવાના કારણે વાહનોના પ્રકાર અને ચાલકની ઓળખ મળી શકતી નથી. પરિણામે ગુનાખોરીમાં સંડોવાયેલા વાહનોને પકડવાનો પ્રશ્‍ન ઉપસ્થિત થાય ત્યારે પકડી શકાતા નથી, જેથી કલેક્ટરે ખાનગી માલિકીની જમીનમાંથી બાયપાસ રસ્તાની સગવડ આપવા પર પ્રતિબંધ ફરમાવ્યો છે.

સમાહર્તાએ બહાર પાડેલા જાહેરનામા
મકાન ભાડે આપતી વખતે પોલીસને જાણ કરવી, મોબાઇલ ફોન, સીમકાર્ડ, વાહનો ખરીદનાર-વેચનારની વિગત, ટ્રાન્સપોર્ટરો દ્વારા રખાતા ડ્રાઇવર, ક્લીનર, ઔદ્યોગિક એકમોમાં કોન્ટ્રાક્ટરો, મજૂરોની વિગતો રાખવા સહિતના મુદ્દે કલેક્ટર દ્વારા જાહેરનામા બહાર પાડવામાં આવ્યા છે.

અન્ય સમાચારો પણ છે...