તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દાદાગીરી:સહયોગ નગર વિસ્તારમાં દબાણકર્તાઓની દાદાગીરી

ભુજ2 મહિનો પહેલા
  • કૉપી લિંક

શહેરમાં દબાણકર્તાઓ બિન્દાસ્ત થઈને અનધિકૃત બાંધકામો કરે છે. તંત્રમાં કોઈ નીડર અધિકારી આવે તો તોડવાની કામગીરી હાથ ધરવામાં આવે છે. નહીંતો આવા તત્વોને કોઈ કહેનાર નથી. એરપોર્ટ રીંગ રોડ પર આવા દબાણો છે, તો સહયોગ નગર વિસ્તારમાં પણ આવી પ્રવૃત્તિ વધી છે.

દાદાગીરી કરીને સરકારી જમીન પચાવી પાડનાર લોકોની પહોંચ પણ એટલી હોય છે કે, જો તંત્રમાં જાણ કરે તો તેની ખબર પડે તો ધમકાવે ડરાવે અથવા તો મારામારી પર આવી જાય છે એવું અરજીમાં જણાવ્યું હતું. સાંસદ, ધારાસભ્ય, ભાડા અને સુધરાઇ પ્રમુખ સહિતના રાજકીય અગ્રણીઓને એટલે સુધી આક્ષેપ કર્યો હતો કે, સંલગ્ન કચેરીએ જો નામ વગરની અરજી આપીએ તો કહેશે કે, અનામી અરજી નહિ સ્વીકારાય અને જો નામ લખ્યું તો તેઓ જ જેની વિરૂદ્ધ અરજી કરી હોય તેમને જાણ કરી દે છે. જેથી જોખમ વધી જાય. હિલ ગાર્ડન પાસે પણ એક હોટલ સમીપે દબાણ કરાયું છે. સર્વિસ સેન્ટર પણ કાર્યરત છે.

આ બધા ગેરકાયદેસર બાંધકામ ને લાઈટ અને પાણીની સુવિધા કેમ મળી જાય છે, તે પણ તપાસનો વિષય છે. એકતરફ વીજ કનેક્શન માટે વીજ કંપની અનેક દસ્તાવેજ માંગે છે, તો આ દબાણોને કઈ રીતે લાઈટ મળી જાય છે. આ ઉપરાંત 2005 બાદ અહી રસ્તાઓનું પણ નવિનીકરણ નથી થયું, તે તરફ પણ તંત્ર ધ્યાન આપે તેવી વિનંતી કરી હતી.

અન્ય સમાચારો પણ છે...