તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હવામાન:12.6 ડિગ્રી સાથે નલિયા સૌથી ઠંડુ: ભુજમાં ગરમી 35 ડિગ્રી!

ભુજ4 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • કચ્છમાં દિવસ-રાત વચ્ચે 23 ડિગ્રીનો તફાવત

જિલ્લામાં પાંચ દિવસ સુધી હુંફાળું વાતાવરણ રહેવાના હવામાન વિભાગના વર્તારા વચ્ચે વિષમતા અનુભવાઈ હતી. ભુજમાં લઘુતમ 18.4 ડિગ્રી અને મહત્તમ 35.0 ડિગ્રી જેટલું ઉષ્ણતામાન નોંધાતા ખાસ તો બપોરે ઉનાળા જેવો માહોલ અનુભવાયો હતો. બીજી તરફ શીતનગરી નલિયા વધુ એક વખત 12.6 ડિગ્રી સાથે ગુજરાતમાં સૌથી ઠંડુ મથક બની રહ્યું હતું.

અહીં વધુમાં વધુ તાપમાન 33.4 ડિગ્રી રહેતા લોકોએ બેવડી મોસમનો અનુભવ કર્યો હતો. કંડલા એરપોર્ટમાં મહત્તમ 32.6 ડિગ્રીની સામે લઘુતમ 15.6 ડિગ્રી તાપમાન નોંધાતા અંજાર, ગાંધીધામ વિસ્તારમાં રાત્રે ટાઢક અને દિવસે ઉકળાટ અનુભવાયા હતા. કંડલા પોર્ટમાં ઓછામાં ઓછું ઉષ્ણતામાન 17.0 અને વધુમાં વધુ 28.1 ડિગ્રી નોંધાયું રહ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે, ગત સપ્તાહે પવનની સરેરાશ ઝડપ વધુ રહેતાં ઠંડીનો ચમકારો અનુભવાયો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

  વધુ વાંચો