હવામાન:નલિયામાં ઠંડીનો પગપેસારો, 17 ડિગ્રી સાથે રાજ્યમાં ઠંડું

ભુજએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બીજી બાજુ કંડલા પોર્ટ 36.7 ડિગ્રીએ સૌથી ગરમ

નલિયામાં ન્યૂનતમ પારો અડધી ડિગ્રી ઘટીને 17 રહેવાની સાથે શિયાળો પગપેસારો કરતો હોય તેમ રાજ્યભરમાં ઠંડું રહ્યું હતું. બીજી બાજુ સમુદ્ર કિનારે હોવા છતાં કંડલામાં મહત્તમ 36.7 ડિગ્રી રહેતાં સૌથી ગરમ મથક બન્યું હતું. શરદ પૂનમ પૂર્વે કચ્છમાં દિવસે ગરમી અને રાત્રે ઠંડક સાથે બેવડી મોસમ અનુભવાઇ રહી છે.

આસો માસ પૂર્ણ થવાને આડે હજુ એક પખવાડિયું બાકી છે તે પહેલાં જ નલિયામાં મોડી રાત્રે શિયાળો દરવાજે દસ્તક આપતો જણાયો હતો. ન્યૂનતમ 17ની સામે મહત્તમ 33.6 ડિગ્રી રહેતાં રાત ઠંડી અને દિવસ ગરમ રહ્યો હતો. રાજ્યમાં અવ્વલ ક્રમના ઉષ્ણ કંડલા ખાતે 36.7 ડિગ્રી જેટલા તાપમાને લોકોને અકળાવ્યા હતા. જિલ્લા મથક ભુજમાં ઉંચા ઉષ્ણતામાનનો પારો દોઢ આંક નીચો ઉતરીને 36.2 રહેતાં ગરમીમાં આંશિક રાહત રહી હતી. 22.1 ડિગ્રી જેટલા નીચા તાપમાને રાત્રે ઠંડક પ્રસરી હતી. કંડલા એરપોર્ટ મથકે આંશિક ઉંચકાઇને મહત્તમ 36.7 રહેતા ગરમીનું જોર બરકરાર રહ્યું હતું જ્યારે ન્યૂનતમ પણ અડધો આંક ઉંચકાઇને 22.8 ડિગ્રી નોંધાયું હતું.

કચ્છમાં દિવસે ગરમી અને રાત્રે ઠંડક પ્રસરતી હોવાના કારણે બેવડી મોસમના માર તળે ઓછી રોગ પ્રતિકારક શક્તિ ધરાવતા લોકો વાયરલ તાવની લપેટમાં આવી રહ્યા છે જેને લઇને મોટા ભાગના વિસ્તારોમાં દવાખાનામાં દર્દીઓની સંખ્યામાં વધારો જોવા મળી રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...