કચ્છમાં શિતલહેર:કચ્છમાં ઠંડીનું જોર વધતા જનજીવન ઠુંઠવાયું, નલિયામાં સૌથી નીચુ 4.2 ડિગ્રી તાપમાન નોંધાયું

ભુજ12 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • ભુજ શહેરમાં 9.6, અંજારમાં 9.7 અને કંડલામાં 12.8 ડિગ્રી તાપમાન નોંધાયું
  • ઠંડીના કારણે વહેલી સવારે કામ સિવાય લોકોએ બહાર નીકળવાનું ટાળ્યું

કચ્છ જિલ્લામાં ઉતર પૂર્વી શિત પવનથી ઠંડીનું જોર યથાવત રહ્યુ છે. ગઈકાલના પ્રમાણમાં આજે શનિવારે ઠંડીનું તાપમાન એક ડીગ્રી ઊંચું આવ્યું છે. જોકે, છતાં ઠંડીમાં ખાસ કોઈ રાહત દેખાઈ નથી. સૌથી વધુ ઠંડી નલિયામાં જોવા મળી છે. 4.2 ડિગ્રી તાપમાન સાથે નલિયા ફરી એકવાર જિલ્લાનું શિત મથક બન્યું છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આજે શનિવારે ભુજ શહેરમાં 9.6, અંજારમાં 9.7 અને કંડલામાં 12.8 ડિગ્રી તાપમાન નોંધાયું છે. જિલ્લાના સૌથી વધુ ઠંડી ધરાવતા નલિયા મથકમાં શિત લહેરના પગલે મુખ્ય બજારોની દુકાનો મોડી ખુલી રહી છે અને ગ્રાહકોની પાંખી હાજરી જોવા મળી રહ્યાનું રમેશ ભાનુશાળીએ જણાવ્યું હતું.

ઠંડીના કારણે વહેલી સવારે કામ સિવાય લોકોએ બહાર નીકળવાનું ટાળ્યું હતું. દરરોજ મોર્નિંગ વોક માટે નીકળતા અને ક્યારેક ટહેલવા જતા લોકો હાલ વધુ પડતી ઠંડીના કારણે ઘર બહાર મોડા નીકળી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...