તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અવળી ગંગા:નવેમ્બર માં ઠંડી પડી, ડિસેમ્બરમાં ગરમી

ભુજ4 મહિનો પહેલા
 • કૉપી લિંક

કચ્છમાં નવેમ્બર માસના અંતિમ બે સપ્તાહમાં ઠંડી પડતાં શિયાળો આકરો રહેશે તેવા એંધાણ મળ્યા હતા પણ અવળી ગંગા હોય તેમ ડિસેમ્બર માસના આરંભથી દિવસે ગરમી અનુભવાઇ રહી છે. ન્યૂનતમ પારો પણ સરેરાશ 15 ડિગ્રી આસપાસ રહેતાં રાત્રે ઠંડક પ્રસરે છે.શનિવારે જિલ્લા મથક ભુજમાં મહત્તમ તાપમાન 34.2 અને ન્યૂનતમ 19.4 ડિગ્રી રહેતાં ઠંડ જાણે ગાયબ થઇ હતી. શીત નગરમાં ફેરવાતાં નલિયામાં પણ પારો 15.4 ડિગ્રી નોંધાયો હતો. કંડલા ખાતે નીચું તાપમાન 17 જ્યારે કંડલા એરપોર્ટ મથકે 15.2 ડિગ્રી રહ્યું હતું. હાલ વિષમ હવામાનની સાથે સિમાડાઓમાં ઝાકડ અને ધુમ્મસ છવાઇ રહ્યા છે. હાલ ઉત્તર ભારતમાં કેટલાક વિસ્તારોમાં ફરી હિમવર્ષાનો દોર શર્ર થયો છે તેવામાં આગામી દિવસોમાં કચ્છમાં પણ ઠંડી વધશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

  વધુ વાંચો