તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વાતાવરણ:કચ્છમાં ઠંડી બરકરાર, નલિયા 13.8 ડિગ્રી સાથે રાજ્યમાં બીજું

ભુજ5 મહિનો પહેલા
 • કૉપી લિંક

શુક્રવારે રાજ્યમાં મોખરે રહેલાં નલિયામાં નીચા તાપમાનનો પારો આંશિક ઉંચે ચડીને 13.8 ડિગ્રીએ રહેતાં વલસાડ બાદ રાજ્યમાં બીજા ક્રમનું ઠંડુ નગર બન્યું હતું. તેની સાથે કચ્છમાં ઠંડીની પકડ જામતી જોવા મળી હતી. નલિયામાં ન્યૂનતમ ઉષ્ણતામાપક પારો 0.8 ડિગ્રી ઉંચે જતાં લોકોએ ઠંડીમાં આંશિક રાહત અનુભવી હતી. જિલ્લા મથક ભુજ ખાતે 18, કંડલા પોર્ટ 19.1 અને કંડલા એરપોર્ટ મથકે નીચામા નીચું તાપમાન 16.2 ડિગ્રી નોંધાયું હતું. મોટા ભાગના કચ્છમાં દિવસભર મંદ ગતિએ પવન ફુંકાયો હતો જેની દિશા અનિશ્ચિત રહી હતી.

ભુજમાં દિવાળીની સવારે સૂરજે ભુજીયા ડુંગરની પછવાડેથી 7:18:21 વાગે ડોક્યુ ઊંચું કર્યું અને 7:21:18 વાગે પૂરેપૂરો ઉપર ચડી ગયો હતો, જેથી ભુજીયા ડુંગર અને હમીરસર તળાવમાં નયનરમ્ય દૃશ્ય સાથે રંગો પૂરાયા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

  વધુ વાંચો