તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી:નગરપાલિકાને મોનીટરીંગ માટે પણ ‘આચાર સંહિતા ‘ લાગુ !!

ભુજ21 દિવસ પહેલા
 • કૉપી લિંક

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજયની ચૂંટણીઓ જાહેર થતાં જ વિકાસના કામો, જાહેરાતો અને નવી યોજનાઓ પર 28 ફેબ્રુઆરી સુધી રોક લાગી છે. નગર સેવકો પૂર્વ નગર સેવક બનતા જાણે કે તેના વોર્ડ કે શહેરની જવાબદારી પૂરી થઈ ગઈ હોય અને સુધરાઇ સ્ટાફ કોઈ કહેવાવાળુ ન હોય એમ વર્તે છે. જયુબિલી સર્કલથી વી. ડી. રોડ તરફ જતા ડી.વાય.એસ.પી. કચેરી સામે એક મહિનાથી ડ્રેનેજ લાઇન રીપેરીંગ કામ સબબ ખાડા ખોદી નાખી મૂકી દીધા છે.

વાહન વ્યવહારથી વ્યસ્ત એવા આ રસ્તે અનેક વખત ટ્રાફિક જામ થાય છે. સૂત્રોના જણાવ્યા મુજબ નાયબ પોલીસ વડાની કચેરી અને અન્ય ક્વાર્ટરની ગટર વ્યવસ્થા ખોરવાઈ ગઈ હોવાથી આ ખાડા કરાયા હતા. જે કોઈપણ કારણસર પુરાયા નથી. પ્રજાના પ્રતિનિધિ નથી, પરંતુ મુખ્ય અધિકારી કે બ્રાન્ચ હેડ તો છે જ કે જે ઉકેલ લઈ આવી શકે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો