તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
કાળાઝાળ ગરમીની શરુઆત થઇ છે ત્યારે એક ખરાબ સમાચાર સામે આવ્યા છે, ગરમીમાં રાહત મેળવવા લોકો નાળિયેર પાણી પી હાશકારો અનુભવે છે પણ કચ્છ યુનિવર્સિટીના રસાયણશાસ્ત્ર ભવનમાં થયેલા સંશોધન મુજબ અમુક નારિયેળના પાણીમાં સ્વાસ્થ્ય માટે ખૂબ જ હાનિકારક મોનોક્રોટોફોસ નામની જંતુનાશક દવાના રેસિડયુ મળી આવ્યા છે.
ડો. વિજય આર. રામના માર્ગદર્શન હેઠળ મનાલી મનોજગિરી ગોસ્વામી અને નરેન્દ્રસિંહ રવુભા ચુડાસમા દ્વારા થયેલા સંશોધન મુજબ અમુક નાળિયેરના પાણીમાં સ્વાસ્થ્ય માટે ખૂબ જ હાનિકારક મોનોક્રોટોફોસ નામની જંતુનાશક દવાના રેસિડયુ મળી આવ્યા છે. ડો. રામના જણાવ્યા અનુસાર ઘણા ખેડૂતો વધુ નાળિયેર લેવા અને કીટકો જેવાકે સફેદ માખીનો ઉપદ્રવ ઘટાડવા માટે ખૂબ જ હાનિકારક મોનોક્રોટોફોસ નામની જંતુનાશક દવાનો ઉપયોગ કરે છે. આ જંતુનાશક દવા જો માનવ શરીર માં જાય તો ખૂબ જ નુકશાન થાય છે. વિશ્વના ઘણા દેશો જેવાકે અમેરિકા , ચીન , યુરોપના ઘણા દેશો વગેરેએ આ જંતુનાશક દવા ના વપરાશ પર પ્રતિબંધ લગાવેલો છે જયારે ભારતમાં ખાલી શાકભાજીના ઉપયોગ માટે આ દવા ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યોછે.
પરંતુ અન્ય ખેતીવાડી પ્રોડક્ટ માટે એનો ઉપયોગ હજુ ચાલુ જ છે. આનું મુખ્ય કારણ એની ઓછી કિંમત અને વધુ અસરકારક ક્ષમતા હોવાનું જાણવા મળેલ છે.આ બાબત ને ધ્યાને લઇ કચ્છ યુનિવર્સિટીના રસાયણશાસ્ત્ર ભવન માં ડો. વિજય આર. રામ ના માર્ગદર્શન હેઠળ મનાલી ગોસ્વામી અને નરેન્દ્રસિંહ ચુડાસમા દ્વારા મોનોક્રોટોફોસ ધરાવતા અને મોનોક્રોટોફોસ વગરના નારિયેળને અલગ પાડતી પદ્ધતિ વિકસાવવામાં આવેલ છે .
એક મહિના જેટલા સમયગાળામાં આ સંશોધન માટે ખેતરની રૂબરૂ મુલાકાત લઇ, જુદી જુદી જગ્યાએથી નાળિયેરના નમૂનાઓ મેળવવામાં આવ્યા હતા અને જેમાં જંતુનાશક દવાનો ઉપયોગ કરેલ હોય અને ના કરેલ હોય તેવા નારિયેળનું કલેક્શન કરવા આવ્યું હતું . જેના ઉપર ૧૦૦ જેટલી ટ્રાયલ બાદ જંતુનાશક દવા વાળા અને જંતુનાશક દવા વગરના નાળિયેરને અલગ પડતી પદ્ધતિ વિકસાવવામાં આવી છે.
આ પદ્ધતિ માટે તૈયાર કરેલા રિએજન્ટ એટલેકે કેમિકલથી નાળિયેરની છાલ અને નારિયેળ ના પાણીમાં મોનોક્રોટોફોસ હાજર છે કે નહીં તેની ચકાસણી કરી શકાય છે. જેથી નારિયેળ ના પાણી પિતા પહેલા જ આપણે જાણી શકશુ કે ખુબજ હાનિકારક મોનોક્રોટોફોસ નામની જંતુનાશક દવા નાળિયેર પાણીમાં છે કે નહિ. જેના પરિણામે હવે આપણે સૌ નારિયેળમાં રહેલા આ ઝેર ને ખૂબ આસાનીથી ઓળખી શકીયે તેમ છે. લોકજીવનમાં લગ્ન ગીતોથી માંડી અને કહેવતોમાં નાળિયેર જોડાયેલું છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનએ વર્ગ 1 બીમાં મોનોક્રોટોફોસ મૂક્યો છે જે આ એક વર્ગ ખૂબ જ જોખમી પેસ્ટિસાઇડ્સ માટે આરક્ષિત છે.
હવે કયુ મટિરિયલ્સ ખેડુતોને આપી શકાય તે દિશામાં સંશોધન
આવનારા દિવસોમાં મોનોક્રોટોફોસની જગ્યા એ બીજું હાનિકારક ના એવું ક્યુ મટીરીયલ ખેડૂતોને આપી શકાય તે દિશામાં સંશોધન કરવામાં આવશે તથા આવનારા દિવસોમાં નારિયેળ ના પાણીમાંથી જંતુનાશક દવા મોનોક્રોટોફોસને ઓળખવા માટેની કીટ માર્કેટમાં મુકવામાં માટેની તૈયારી કરવામાં આવી રહી છે. આ બાબતે સમાજમાં જાગૃતતા આવે તે ખુબ જરૂરી છે. આવા સમાજ ઉપયોગી સંશોધન કરવા બદલ, કચ્છ યુનિવર્સિટી ના વાઇસ ચાન્સેલર ડો. જયરાજસિંહ જાડેજા, રજિસ્ટ્રાર ડો બુટાણી અને કેમિસ્ટ્રી ભવન ના વડા ડો .બક્ષી દ્વારા સંશોધન કરતી ટીમને અભિનંદન આપવામાં આવ્યા હતા.
પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.