તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Bhuj
  • Coastguard Finds 19 Suspicious Packets From Existing Bats In Kutch's Border Creek Area, Presumed To Be Packets Of Charas

સરહદ પર હિલચાલ:કચ્છના સરહદી ક્રિક વિસ્તારના હયાત બેટ પરથી કોસ્ટગાર્ડને 19 શંકાસ્પદ પેકેટ મળ્યા, ચરસના પેકેટ હોવાનું અનુમાન

ભુજએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કોસ્ટગાર્ડને મળેલા પેકેટ પર અંગ્રેજી ભાષામાં બારકોડેડ સ્ટીકર લાગેલા
  • પેકેટની લેબોરેટરી તપાસ થયા બાદ જાણી શકાશે કે તેમાં શુ હોઈ શકે
  • 19 પેકેટની બજાર કિંમત અંદાજિત 30 લાખ આંકવામાં આવી રહી છે

દેશની પાકિસ્તાન સરહદ પર આવેલા કચ્છ જિલ્લાના જખૌ પાસેના દુર્ગમ ક્રિક વિસ્તારમાંથી અવાર નવાર નશીલા પેકેટો મળતા રહેતા હોય છે. દેશનું રાખોપુ કરતા કોસ્ટગાર્ડના જવાનો દરિયાઈ ખાડી વિસ્તારની અલગ અલગ ક્રિકમાં વિસમ પરિસ્થિતિ વચ્ચે સતત પેટ્રોલિંગ કરતા રહે છે. જે દરમિયાન તેમને આ પ્રકારના ચરસ જેવા નશીલા પદાર્થોના પેકેટ બિનવારસી હાલતમાં મળી આવતા હોય છે. આજે વધુ 19 પેકેટ સીમા સુરક્ષા દળના જવાનોને મળી આવ્યા હતા.

બનાવની પ્રાથમિક માહિતી મુજબ, આજે એક સામટા 19 શંકાસ્પદ પેકેટ કચ્છના સરહદી ક્રિક વિસ્તારના હયાત બેટ પરથી કોસ્ટગાર્ડના જવાનોને પેટ્રોલિંગ દરમિયાન બિનવારસી હાલતમાં મળી આવતા ફરી એક વાર કચ્છની સરહદ પર ગર્ભિત હિલચાલ થતી હોવાની સાબિતી થઈ રહી છે.

આ પેકેટની લેબોરેટરી તપાસ થયા બાદ જાણી શકાશે કે તેમાં શુ હોઈ શકે. અલબત્ત હાલ તો આ પેકેટ ચરસના હોવાનું જાણવા મળી રહ્યું છે. જેના પર અંગ્રેજી ભાષામાં બારકોડેડ સ્ટીકર લાગેલા તસ્વીરમાં જોઈ શકાય છે

અન્ય સમાચારો પણ છે...