તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કચ્છની ધરા થશે તૃપ્ત:કચ્છ જિલ્લાના છ તાલુકાઓના પોણા ચાર લાખ લોકોની તરસ છુપાશે, નર્મદાનું વધુ પાણી પહોંચાડવા CM રૂપાણીનો નિર્ણય

ભુજ22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કચ્છમાં નર્મદાનું વધારાનું 1 મિલીયન એકર ફિટ પાણી પહોચાડવા CM રૂપાણીએ સંવેદનાસ્પર્શી નિર્ણય લીધો

રાજ્યનો રણ પ્રદેશ અને સરહદી ક્ષેત્ર કચ્છમાં નર્મદાનું વધારાનું 1 મિલીયન એકર ફિટ પાણી પહોચાડવા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ઐતિહાસિક અને જનહિત સંવેદનાસ્પર્શી નિર્ણય લીધો છે. નર્મદાના પૂરના વધારાના પાણીમાંથી કચ્છને મિલીયન એકર ફિટ પાણી આપવા રૂ. 3475 કરોડના કામો હાથ ધરવા મુખ્યમંત્રી રૂપાણીએ સૈદ્ધાંતિક મંજૂરી આપી છે.

કચ્છના પ્રજાજનોની લાંબાગાળાની લાગણી અને અપેક્ષા આકાંક્ષા સંતોષવાનો નિર્ણય રાજ્ય સરકારે અપનાવ્યો છે. તદઅનુસાર ફેઇઝ-1 હેઠળ 3475 કરોડ રૂપિયાના અંદાજિત કામો ત્વરાએ જળસંપત્તિ વિભાગને હાથ ધરવા મુખ્યમંત્રીએ સૂચના આપી છે.

કચ્છ જિલ્લાના રાપર, અંજાર, મુંદ્રા, માંડવી, ભૂજ અને નખત્રાણા એમ છ તાલુકાના 96 ગામોની 2 લાખ 35 હજાર એકર જમીનને નર્મદાના પાણીની સુવિધા આ કામોના પરિણામે મળતી થશે. જેમાં છ તાલુકાઓની 3 લાખ 80 હજાર લોકોને આ પાણીનો લાભ મળશે.

અન્ય સમાચારો પણ છે...