તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

કાર્યવાહી:પ્રાદેશિક કમિશ્નરની કચેરીએથી સ્પષ્ટ આદેશ,પાલિકા GIDCમાં મિલકત જપ્તીનો ગોઠવી રહી છે તખ્તો

ભુજ5 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સ્થાનિકે કલેકટર કક્ષાએથી હજુ આખરી નિર્ણય બાકી

ભુજ નગરપાલિકાએ મંગળવારે જી.આઈ.ડી.સી.માં નાના ઔદ્યોગિક એકમો પાસેથી પ્રોપર્ટી ટેક્સની રકમ વસુલાત દરમિયાન બે એકમોને સીલ કર્યા છે અને હજુ વધુ એકમો સીલ કર્યા બાદ મિલકત જપ્તી સહિતની કાર્યવાહી કરે એવા હેવાલ છે. જોકે, પ્રાંત અધિકારીના અધ્યક્ષ સ્થાને રચાયેલી સમિતિએ હજુ સુધી આખરી નિર્ણય લીધો નથી. પરંતુ, પ્રાદેશિક કમિશ્નરની કચેરીએથી સ્પષ્ટ આદેશ છૂટ્યા છે કે વેરા વસુલાત કામગીરીમાં ગતિ લાવો. જરૂર પડે તો મિલકત જપ્તી સહિતની કાર્યવાહી પણ હાથ ધરો, જેથી સોમવાર અને મંગળવારે નવાજૂનીના એંધાણ છે.પ્રાપ્ત વિગતો મુજબ ભુજ નગરપાલિકામાં 2008થી જી.આઈ.ડી.સી. પાસેથી વેરા વસુલાત શરૂ કરી છે, જેમાં પ્રારંભમાં જી.આઈ.ડી.સી.ના તમામ નાના ઔદ્યોગિક એકમો જી.આઈ.ડી.સી. રિજનલ મેનેજરની કચેરીમાં પોતપોતાના ભાગના વેરા ભરપાઈ કરતા હતા. પરંતુ, ત્યારબાદ ભુજ નગરપાલિકા દ્વારા પૂરતા દબાણ અને નિયમિત પાણી વિતરણ થતું ન હતું, જેથી ઔદ્યોગિક એકમો જીઆઇડીસી રિજનલ મેનેજરની કચેરીમાં નાણા ભરવાનું બંધ કર્યું.

જે બાદ .આઈ.ડી.સી.એ જવાબદારીથી હાથ અધ્ધર કરી દીધા આને નગરપાલિકા પણ સુવિધા આપવાનું બંધ કર્યું. પરંતુ, ભુજ પાલિકાએ પ્રોપર્ટી ટેક્સની ચડત રકમની નોટિસો આપવાનું ચાલું રાખ્યું છે, જેમાં મંગળવારે સ્થળ પર વસુલાત અને સીલ કરવાની કાર્યવાહી કરતા પહેલા કોલ કરી જાણ પણ કરી હતી. જેના જવાબમાં ઔદ્યોગિક એકમના માલિકોએ સીલ કરી દો એવો ચોખ્ખો જવાબ આપ્યો હતો, જેથી મુખ્ય અધિકારી નીતિન બોડાત જાતે સ્થળ પર ધસી ગયા હતા અને સીલ સહિતની કાર્યવાહી કરી હતી. જે કાર્યવાહીમાં જીઆઈડીસીના પ્રમુખ અને મંત્રીએ સંવાદને બદલે વિવાદ ઊભો કર્યો હતો. જે ગૂંચ ઉકેલવા પ્રાંત અધિકારીના અધ્યક્ષ સ્થાને સમિતિ રચાઈ છે. જેણે 5 દિવસ બાદ પણ કોઈ આખરી નિર્ણય લીધો નથી અને બીજી બાજુ પ્રાદેશિક કમિશ્નરે વેરા વસુલાતમાં જરૂર પડે તો સીલ અને મિલકત જપ્તી સહિતની કાર્યવાહી કરવાનો આદેશ આપી દીધો છે. જેની અમલવારી સોમવાર અને મંગળવારે થાય એવી શક્યતા છે.
વેપારીઓ પાસેથી વેરા વસુલાતમાં માનવીય અભિગમ દાખવો : ભુજ ચેમ્બર
વેરા વસુલાતમાં તાત્કાલિક રકમ ચુકવવાનો આગ્રહ ન રાખવા, મિલકત સીલ કરવાની સાથે ઢોલ, નગારા વગાડી ઉઘરાણી કરવાની પ્રથા બંધ કરી હાલની કોરોનાની પરિસ્થિતિને ધ્યાને લઇને વેપારીઅો પાસે વેરાની બાકી રકમ એકસાથે ભરવાનો આગ્રહ ન રાખતાં, હપ્તા પેટે સરળતાથી ચુકવી શકાય તે રીતે ભુજ પાલિકા દ્વારા માનવીય અભિગમ દાખવાય તેવી માગ ભુજ ચેમ્બર અોફ કોમર્સ પ્રમુખ અનિલ એચ. ગોર દ્વારા કરાઇ છે. વધુમાં પી.જી.વી.સી.આલ દ્વારા કનેક્શન કાપી નાખવાની ધમકી અપાય છે. અન્ય વિભાગો જેવા કે, વ્યવસાય વેરો, જી.એસ.ટી. વગેરેમાં પણ સરળ વ્યવસ્થા ગોઠવવા માગ કરાઇ છે.
અન્ય બાકીદારોની મિલકત પણ સીલ થશે : ટેક્સ સુપ્રિન્ટેન્ડન્ટ
ભુજ નગરપાલિકાની ટેક્સ બ્રાન્ચના ટેક્સ સુપ્રિન્ટેન્ડન્ટ હિતેન્દ્રસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, શહેરમાં શનિવારે અન્ય બાકીદારોની મિલકત સીલની કાર્યવાહી થવાની હતી. જે હવે સોમવાર અથવા મંગળવારે કરવામાં આવશે. આમ છતાં કોઈ વેરા નહીં ભરે તો મિલકત જપ્તીના પણ આદેશ છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- તમે બધા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરવામાં સક્ષમ રહેશો. તમારી ગુપ્ત પ્રતિભા લોકો સામે ઉજાગર થશે. જેનાથી તમારો આત્મવિશ્વાસ વધશે તથા માન-સન્માનમાં પણ વૃદ્ધિ થશે. ઘરની સુખ-સુવિધાને લગતી વસ્તુઓની...

વધુ વાંચો