તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ખેડૂતોને અસર:શિયાળુ પાક સમયે જ તંત્ર દ્વારા નર્મદા કેનાલની સફાઇ: ખેડૂતોને અસર

ભુજ5 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • ખેડૂતોએ વાવેતર કરી નાખ્યું અને તંત્રને કેનાલ સાફ કરવાનું સૂજ્યું
 • કેનાલ સાફ કરાતાં લાખાપરના ખેડૂતો સિંચાઇથી વંચિત: નુકશાનીનો ભય

શિયાળુ પાક સમયે જ નર્મદા ઓથોરિટીને કેનાલ સાફ કરવાનું યાદ આવતાં લાખાપરના ખેડૂતો સિંચાઇથી વંચિત રહ્યાના આક્ષેપો ઉઠી રહ્યા છે.

કચ્છ શાખાના કેનાલમાં ટપ્પર ડેમના ગેઇટ સુધી પાણી આવી ગયું છે પરંતુ તેનાથી આગળ લાખાપર ગેઇટ સુધી પાણી છોડવામાં આવ્યું નથી. લોકોના જણાવ્યા પ્રમાણે સમારકામના બહાના હેઠળ પાણી છોડાતું નથી પરંતુ આ કામ તો ઉનાળામાં પણ થઇ શકે છે. હાલે શિયાળુ રવિ પાક લેવાનો સમય આવી ગયો છે. કેનાલના કમાન્ડ વિસ્તારમાં આવતા ખેડૂતોએ જીરૂ, એરંડા, વરિયાળી અને અન્ય રવિ પાકનું વાવેતર પણ કરી નાખ્યું છે તેમ છતાં ટપ્પર ડેમના ગેઇટથી લાખાપર ગેઇટ સુધી હજુ સુધી પાણી છોડવામાં આવ્યું નથી. લાખાપર, અજાપર, પસવારિયાના ખેડૂતોએ ખુબ જ ઉંચા ભાવે બિયારણ, ખાતર ખરીદી વાવેતર કરી દીધું હોવાથી પાકને પાણીની તાતી જરૂરિયાત છે. કોરોના, અતિવૃષ્ટિના માર વચ્ચે સિંચાઇનું પાણી નહીં અપાય તો ખેડૂતોને વિશેષ નુકસાની જશે. જેથી સત્વરે ટપ્પર ડેમના ગેઇટ ખોલી લાખાપર ગેઇટ સુધી પાણી છોડવામાં આવે તેવી માગ કચ્છ જિલ્લા પંચાયતના વિપક્ષી નેતા વી.કે. હુંબલ વગેરેએ કચ્છ નહેર શાખાના કાર્યપાલક ઇજનેર સમક્ષ કરી છે.

તાત્કાલિક ઉકેલ નહીં આવે તો ધરણા કરાશે
આ પંથકના 500 જેટલા ખેડૂતોએ કેનાલમાં રહેલું પાણી રવિ પાકને આપી દીધું છે પરંતુ હવે સમારકામના નામે પાણી બંધ કરી દેવાતાં ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. ખેડૂતોનો પાક નષ્ટ થઇ જાય તે પહેલા પાણી નહીં છોડાય તો ઉગ્ર વિરોધ સાથે ધરણાની ચિમકી ઉચ્ચારવામાં આવી હોવાનું કચ્છ જિલ્લા કોંગ્રેસના પ્રવક્તા દીપક એસ. ડાંગરે જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

  વધુ વાંચો