તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નિર્ણય:પાલિકામાં કાયમી 80 કામદારો છતાં શહેરમાં સફાઈનો ઠેકો

ભુજ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • શહેરને 3 ઝોનમાં વહેંચી દેવામાં આવ્યા બાદ ઠેકેદારને કામગીરી સોંપાઈ પણ પરિણામ શૂન્ય

ભુજ નગરપાલિકામાં કાયમી 80 સફાઈ કામદારો છે. અામ છતાં શહેરના 3 ઝોન પાડી સફાઈનો ઠેકો અપાયો છે, જેથી સેનિટેશન શાખાની નીતિ રીતિ સામે સવાલો ઊભા થઈ રહ્યા છે. ભુજ નગરપાલિકા દ્વારા કાયમી, રોજંદાર અને ફિક્સમાં સફાઈ કામદારો રોકીને શહેરની સફાઈ કામગીરી થતી હતી. પરંતુ, શહેરમાં સફાઈ કાર્ય થતું ન હોવાની બૂમ ઉઠી હતી, જેથી શહેરના 3 ઝોન પાડીને ત્રણેય ઝોનની સફાઈનો ઠેકો અપાઈ ગયો. જોકે, શહેરમાં 2 ઝોનમાં જિલ્લા બહારના ઠેકેદારને સફાઈનો ઠેકો અપાયો છે. જેને સફાઈ કામદારો મળતા નથી, જેથી 2 ઝોનમાં સફાઈ કાર્ય થતું જ નથી. અામ છતાં બંને ઝોનના સફાઈના મહિનાના 50-50 લાખના બિલ મંજુર થવા લાગ્યા છે.

પરંતુ, શહેરની સફાઈ નિયમિત થતી જ નથી. સૂત્રોઅે જણાવ્યું હતું કે, ભુજ નગરપાલિકા પાસે 80 કાયમી સફાઈ કામદારો છે અેમની પાસેથી અેકાદ ઝોનની સફાઈ કરાવવામાં અાવે તો બાકીના 1 ઝોનમાં સફાઈના ઠેકાના ખર્ચથી બચી શકાય. પરંતુ, ભુજ નગરપાલિકા દ્વારા અે દિશામાં વિચારવામાં જ અાવતું નથી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો