તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પ્રવેશ પરીક્ષા:કેન્દ્ર સરકારની કચેરીમાં વર્ગ 1- 2ની ભરતીના પ્રશિક્ષણ વર્ગો

ભુજ24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સ્પીપા દ્વારા તાલીમ આપવા માટે પ્રવેશ પરીક્ષા
  • 6ઠ્ઠી સપ્ટેમ્બર સુધી અોનલાઈન અરજીપત્રો મંગાવાયા

સ્પીપા અેટલે કે સરદાર પટેલ લોક પ્રશાસન સંસ્થા અમદાવાદ દ્વારા કેન્દ્ર સરકારની કચેરીઅો અને જાહેર સાહસોમાં વર્ગ 1 અને 2ની ભરતી માટેની જાહેર સ્પર્ધાત્મક પરીક્ષાઅોની તૈયારીઅો માટે તાલીમ અાપવા માટેના પ્રશિક્ષણ વર્ગો 2021/22 માટેની પ્રવેશ પરીક્ષા માટે અોન લાઈન અરજીપત્રકો મંગાવાયા છે. જે 21મી અોગસ્ટથી 6ઠ્ઠી સપ્ટેમ્બર સુધી સ્વીકારવામાં અાવશે.

સ્પીપા અમદાવાદ અને તેના નિયંત્રણ હેઠળના પ્રાદેશિક તાલીમ કેન્દ્રમાં તાલીમ કેન્દ્રો દીઠ ગુજરાત સરકારની પ્રવર્તમાન અનામત નીતિ મુજબ ભરવામાં અાવનારા તાલીમાર્થીઅોની સંખ્યાનો ઉલ્લેખ કરાયો નથી. પરંતુ, તેની જાહેરાત પ્રવેશ પરીક્ષાના પરિણામની સાથે પ્રસિદ્ધ કરવામાં અાવશે. અરજદાર કેન્દ્ર સરકાર કે રાજ્ય સરકાર દ્વારા કાયદાથી સ્થાપિત માન્ય યુનિવર્સિટી, ડિમ્ડ યુનિવર્સિટીમાંથી સ્નાતક થયેલો હોવો જોઈઅે.

અરજદારની ઉંમર 2021ની 1લી અોગસ્ટે અોછામાં અોછી 20 વર્ષ અને વધુમાં વધુ 28 વર્ષ સુધીની હોવી જોઈઅે. 16મી સપ્ટેમ્બર રવિવારે પરીક્ષા યોજાશે. જે માટે પ્રવેશ પરીક્ષા ફી ભરનારા અરજદારે અોઝસ વેબસાઈટ પરથી પ્રવેશપત્ર 13મી સપ્ટેમ્બરથી ડાઉનલોડ કરી શકશે. કેન્દ્રની જાણ પ્રવેશપત્ર, હોલ ટિકિટમાં કરવામાં અાવશે. અરજીપત્ર અોનલાઈન ભરતા સમયે ઉમેદવારોને પોતાના પરીક્ષા કેન્દ્ર પસંદગી માટે 5 વિકલ્પ રજુ કરવાના રહેશે.

અન્ય સમાચારો પણ છે...