તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હુમલો:મુસ્લિમ એજ્યુકેશન ટ્રસ્ટ મુદ્દે માળીયા હોટેલ પર આગેવાનો વચ્ચે મારામારી

ભુજ12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ટ્રસ્ટીને કેમ મદદ કરે છે તેમ કહી બે શખ્સોએ યુવકને માર માર્યો
  • વિવાદ અંગે વકફ બોર્ડની મીટિંગમાં બે ગ્રુપ થતા હતા ને, હોટેલ પર થયો ભેટો

ભુજ મુસ્લિમ અેજ્યુકેશન ચેરીટેબલ ટ્રસ્ટ છેલ્લા અઢી વર્ષથી વિવાદમાં છે, કર્મચારી તેમજ શિક્ષકોને છુટા કરવા તેમજ નાણાકીય ગેરરિતી અને જમીન બાબતે ટ્રસ્ટ મંડળમાં બે ફાટા પડી ગયા હતા જે અંગે વકફ બોર્ડમાં ફરિયાદો કરવામાં અાવી હતી. અઢી વર્ષથી ચાલતો વિવાદ મારામારીમાં પરીણમયો હતો. બે જુથના સભ્યો વકફ બોર્ડની મીટિંગમાં ગાંધીનગર જઇ રહ્યા હતા ત્યારે માળીયા-હળવદ માર્ગે ગુરુકૃપા હોટેલ પર બંને જુથનો ભેટો થઇ ગયો હતો.

શહેરના અેરપોર્ટ રીંગ રોડ નજીક અાવેલી મુસ્લિમ અેજ્યુકેશન ચેરીટેબલ ટ્રસ્ટ છેલ્લા કેટલાક સમયથી વિવાદમાં છે. ટ્રસ્ટ મંડળમાં બે ફાંટા પડી જતા બંને જુથ સામસામે વકફ બોર્ડમાં ફરિયાદો કરી હતી જે અંગે શનિવારે મીટિંગ હોવાથી બંને જુથના સભ્યો ગાંધીનગર જઇ રહ્યા હતા. માળીયામાં હળવદ માર્ગે અાવેલી ગુરુકૃપા હોટેલ પર બંને જુથનો ભેટો થઇ ગયો હતો. માળીયા પોલીસ મથકે નોંધાયેલી ફોજદારી મુજબ ભુજ શહેરના જેષ્ઠા નગરમાં રહેતા સીકંદરભાઇ હાજીઇબ્રાહીમ ભાઇ બાફણ (ઉ.વ. 30) વાળાઅે યુનુસ અબ્દુલા હીંગોરા અને સીંકદર મીઠુબાવ પઢીયાર સામે ફોજદારી નોંધાવી હતી.

ફરિયાદી 4-9ના સવારે અાઠ વાગ્યે ગુરુકૃપા હોટેલ હળવદ રોડ માળીયા ખાતે હતા ત્યારે બંને શખ્સોઅે ફરિયાદીને કહ્યું હતું કે, તુ અનવર ભાઇને ટ્રસ્ટના કામમાં શા માટે મદદ કરે છે તેનુ મનદુ:ખ રાખી ઝઘડો કરી ગાળા ગાળી કરી હતી, બંને શખ્સોઅે સીકંદર બાફણને માર માર્યો હતો. નોંધનીય છે કે, અનવરભાઇ સુમરા મુસ્લિમ અેજ્યુકેશન ચેરીટેબલ ટ્રસ્ટ સાથે સંકળાયેલા છે. અા બનાવ વેળાઅે અમીરઅલી લોઢીયા, અલીમામદ જત સહિતના અાગેવાનો હાજર હોવાનું સુત્રોમાંથી જાણવા મળ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...