તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Bhuj
 • Claimants In The Municipality Paid Tax To Get 'no Due' Certificate, 160 Certificates Were Issued, More Than 15 Lakh Income

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પ્રમાણપત્રની વધુ આવક:પાલિકામાં દાવેદારોએ ‘નો ડ્યૂ’ પ્રમાણપત્ર મેળવવા વેરા ભર્યા, 160 સર્ટીફિકેટ અપાયા, 15 લાખથી વધુ આવક થઇ

ભુજ23 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • મિલકત હોય તો ઉમેદવારી પહેલા બાકી લેણા ભરવા પડે

સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવવી હોય તો કોઈ સરકારી લેણા બાકી નથી અેનું પ્રમાણપત્ર લેવું પડે, જેથી ભુજ નગરપાલિકામાં ‘નો ડ્યૂ’ સર્ટીફિકેટ લેવા માટે ધસારો થયો છે, જેમાં છેલ્લા ત્રણ દિવસમાં 160 ઉપરાંત સર્ટીફિકેટ અપાયા છે અને ભુજ નગરપાલિકાની ટેક્સ બ્રાન્ચે 150 લાખ રૂપિયા ઉપરાંતની અાવક પણ કરી લીધી છે.

ભુજ નગરપાલિકામાં માત્ર ભુજ નગરપાલિકાની ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવવા માંગતા ઉમેદવારે જ નહીં. પરંતુ, ભુજ તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત કે અન્ય તાલુકામાં ઉમેદવારી નોંધાવવા માંગતા ઉમેદવાર જો ભુજ શહેરમાં મિલકત ધરાવતો હોય તો ભુજ નગરપાલિકાની ટેક્સ બ્રાન્ચમાંથી કોઈ કરવેરા બાકી નથી અેનું ‘નો ડ્યૂ’ પ્રમાણપત્ર લેવું પડે છે,

જેથી ભુજ નગરપાલિકામાં છેલ્લા ત્રણ દિવસથી સર્ટીફિકેટ લેવા માટે ધસારો થયો છે, જેમાં 160 વ્યક્તિને ‘નો ડ્યૂ’ સર્ટીફિકેટ અપાઈ ગયો છે અને સર્ટીફિકેટ અાપતા પહેલા ભુજ નગરપાલિકાને 15 લાખ રૂપિયા ઉપરાંતની અાવક પણ થઈ ગઈ છે.અત્રે ઉલ્લેખનીય છે કે, ચૂંટણી આવે છે ત્યારે લાંબા સમયથી બાકી વેરો લોકો ભરતા થયા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઈ ખાસ કામ પૂરું કરવામાં આજે તમારી મહેનત સફળ રહેશે. સમયમાં સકારાત્મક પરિવર્તન આવી રહ્યું છે. ઘર અને સમાજમાં તમારા યોગદાન અને કાર્યની પણ પ્રશંસા થશે. નેગેટિવઃ- નજીકના કોઈ સંબંધીના કારણે પ...

  વધુ વાંચો