રાવ:મુન્દ્રા તાલુકામાં હર ઘર જળ યોજનાની 100 ટકા કામગીરી પૂર્ણ થયાનો દાવો

ભુજ19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 36,782 મકાનોમાં કનેક્શન અપાયા: પાણી પુરવઠા વિભાગ ગુજરાત સરકાર
  • તંત્રનો દાવો પોકળ હોય તેમ માછીમાર વસાહત બાવડીબંદરમાં પાણી ન આવતું હોવાની રાવ

કચ્છ જિલ્લામાં પાણીનો મુદ્દો હંમેશા સળગતો રહ્યો છે,દરેક સીઝનમાં પાણીની સમસ્યા લોકોને સતાવતી હોય છે તેમાં પણ ખાસ કરીને ઉનાળાની સીઝનમાં તો શહેરોથી માંડી ગ્રામીણ વિસ્તારોમાં જળ કટોકટી ઉભી થઇ જાય છે.જોકે સરકાર દ્વારા હર ઘર જળ યોજના શરૂ કરવામાં આવી છે.જેમાં વર્ષ 2022 સુધીમાં આખા દેશમાં યોજનાની 100 ટકા કામગીરી કરવામાં આવશે તેવો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે.જેમાં મુન્દ્રા તાલુકામાં 100 ટકા કામગીરી થઈ ગઈ હોવાનો દાવો ખુદ ગુજરાત સરકારના પાણી પુરવઠા વિભાગ દ્વારા કરવામાં આવ્યો છે.

વોટર સપ્લાય ડિપાર્ટમેન્ટ,ગવર્મેન્ટ ઓફ ગુજરાત દ્વારા શનિવારે ઓફિશિયલ ટ્વીટર એકાઉન્ટમાં આ માહિતી આપવામાં આવી હતી જેમાં જણાવાયું કે,કચ્છનાં મુન્દ્રા તાલુકામાં હર ઘર જળ અભિયાનની 100 ટકા કામગીરી થઈ છે.જેનો મતલબ થાય કે, મુન્દ્રા તાલુકાના તમામ ગામોમાં આવેલા ઘરોમાં પાણીના જોડાણ છે અને તેઓના ઘરે નળ વાટે રેગ્યુલર પાણી આવે છે.પાણીની અછતથી હંમેશા પીડાયેલા રહેતા કચ્છ જિલ્લામાં જળ કટોકટી દૂર કરવા માટે છેલ્લા ઘણા વર્ષોથી પ્રયાસો થઈ રહ્યા છે.

વાગડ થી પશ્ચિમ કચ્છ અને ખાવડા સુધીની નર્મદા કેનાલની વાત હોય કે પછી છેવાડાના ગામડાઓ સુધી નર્મદાના પેયજળ પહોંચાડવાની વાતો થઈ રહી છે.જે આવકારદાયક કહી શકાય પણ આજેય ઘણા ગામો એવા છે. જ્યાં પાણી નથી આવતું,મહિલાઓને તળાવમાંથી પાણી ભરવા જવું પડે છે અથવા ગામમાં ટેન્કર મંગાવવુ પડે છે તંત્રના દાવા વચ્ચે વાસ્તવિક પરિસ્થિતિ વિપરિત છે. દરમ્યાન તાલુકામાં આવેલા બાવડીબંદર વિસ્તારમાં પાણી ન મળતું હોવાની ફરિયાદ સામે આવી છે. 25 થી 30 જેટલા ઘર ધરાવતા માછીમાર વસાહત વાળા આ ગામમાં પાણીની ફરિયાદોનો પણ નિકાલ આવે તે જરૂરી છે.

યોજનાની અમલવારીમાં મુન્દ્રા રાજ્યમાં 58માં ક્રમાંકે
હર ઘર જળ અભિયાન યોજનાની અમલવારી દેશની સાથે રાજ્યમાં પણ થઈ રહી છે અને ગુજરાતમાં મુન્દ્રા તાલુકો હર ઘર જળ યોજનાની અમલવારીમાં 58 માં ક્રમાંકે આવ્યો છે તેવી માહિતી સરકાર દ્વારા આપવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...