તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સીટી બસ સેવા:ભુજ શહેરમાં દિવાળી પૂર્વે ફરી સીટી બસ સેવા શરૂ થવાના અણસાર

ભુજ17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 56 કિલોમીટર એરિયાને આવરી લેવામાં આવશેઃ સુધારાઈ પ્રમુખ
  • વધુ મુસાફરો ન મળતા સીટી બસને કરવી પડી હતી બંધ

કચ્છ જિલ્લાના મુખ્ય મથક ભુજ શહેરમાં ભૂકંપ બાદ અનેક રિલોકેસન સાઇટ અમલમાં આવી છે, તો અન્ય રહેણાંક વિસ્તારના વ્યાપ સાથે ખૂબ મોટા પ્રમાણમાં વિકાસ થયો છે. સ્વાભાવિક જનવસ્તીમાં પણ વધારો થયો છે. ત્યારે લોકોની આવાગમન જરૂરિયાતને પહોંચી વળવા શહેરના 56 કિલોમીટરની ત્રિજ્યમાં આવતા વિસ્તારમાં ફરી સીટીબસની સુવિધા શરી કરવા માટેના પ્રયત્નો નગર પાલિકા દ્વારા હાથ ધરવામાં આવ્યાં છે. સંભવિત દિવાળી પહેલા સીટીબસની સુચારુ સેવા અમલમાં આવી શકે છે.

દિવાળી પહેલા શરૂ થઈ શકે છેઆ વિશે સુધારાઈ પ્રમુખ ઘનશ્યામ ઠક્કરે જણાવ્યું હતું કે, ભૂજ શહેરમાં પહેલા સીટી બસ સુવિધા ઉપલબ્ધ હતી. જોકે, હાલ બંધ હોવાથી જુના બસ કોન્ટ્રાક્ટર સાથે કચેરી ખાતે મુલાકાત કરી વિગતો જાણી હતી. જેમાં જણાવાયું હતું કે, લોકો બસથી વધારે છકડો રિક્ષાનો ઉપીયોગ કરતા હતા. જેથી વધુ મુસાફરો ના મળતા હોવાથી ના છૂટકે બસ સેવા બંધ કરવી પડી હતી. ત્યારે સીટી બસમાં હવેથી પૂરતો ટ્રાફિક મળી રહે તેવા હેતુસર ફરી નવા કોન્ટ્રાક્ટ સાથે લોકલ પબ્લિક ટ્રાન્સપોર્ટ સેવા શરૂ કરવામાં આવશે. જે કદાચ દિવાળી પહેલા શરૂ થઈ શકે છે.

અન્ય સમાચારો પણ છે...