ભેળસેળીયા તત્વોમાં ફફડાટ:તહેવારો ટાંકણે ફુડ વિભાગે કચ્છના જુદા જુદા વિસ્તારમાંથી ખાદ્ય પદાર્થના 60 સેમ્પલ લીધા

ભુજએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • લીધેલા નમૂના લેબમાં મોકલાવ્યા બાદ હવે રિપોર્ટ આવશે

લોકોના આરોગ્ય સાથે ચેડાં ન થાય તે માટે વાસી ખાદ્ય સામગ્રીનું વેચાણ અટકે તે માટે પગલાં ભરતા હોય છે, વસ્તુઓની ગુણવત્તાની સાથે સાથે ક્યારે બનાવી અને એક્સપાયરી ડેટ ક્યારની છે તે સહિતની વિગતોની મીઠાઇ પર લખવાની હોય છે. કચ્છના ફુડ વિભાગ તરફથી તહેવાર ટાંકણે લેવાયેલા મીઠાઇ અને ફરસાણના સેમ્પલ લેબમાં મુકાયા હતા જેના રિપોર્ટ થોડા દિવસોમાં જ પરત આવશે. તો કચ્છના જુદા જુદા વિસ્તારમાંથી 60 જેટલા સેમ્પલ લેવાયા છે. ફુડ વિભાગ તરફથી સમયાંતરે ચેકિંગ કરાતું હોય છે પણ દુકાન કે શોપના નામ જાહેર કરાતા નથી.

મિઠાઇની દુકાનમાં લોકોના આરોગ્ય સાથે ચેડા ન થાય તે માટે મીઠાઇ કયારે બનાવાઇ તેમજ કેટલા સમય સુધી તેની અેક્સપાઇરી નહીં થાય તેની તારીખ લોકોને દેખાય તે રીતે લખવાની હોય છે. ભુજમાં આવેલી મોટાભાગની મીઠાઇ શોપમાં આ કાયદાનું પાલન હવે થઇ રહ્યું છે. ધારાધોરણ મુજબ બ્રાન્ડ પેકિંગમાં ઉત્પાદન તારીખ, વસ્તુના અંદરના તત્વો નાશ થવાથી પૂર્ણ થયાની અવધિ, બેચ નંબર કે અન્ય વિગતો છૂપાવી ફક્ત કિંમત અને વજન દર્શાવેલી હોય તો તેના સામે ફુડ વિભાગ દ્વારા કાર્યવાહી કરાતી હોય છે.

ફુડ વિભાગના અે. અેમ. વાલુઅે જણાવ્યું હતું કે, પાંચ ફુડ ઇન્સ્પેકટરો તરફથી 50થી 60 જેટલા સેમ્પલ લેવામાં આવ્યા છે જે રિપોર્ટમાં મોકલાવ્યા છે. તો થોડા દિવસ પૂર્વે તહેવાર ટાંણે લેવાયેલા નમૂના રિપોર્ટ માટે લેબમાં મોકલાવ્યા છે જેનો રિપોર્ટ થોડા દિવસોમાં આવી ગયા બાદ દુકાનદાર સામે કાર્યવાહી કરવામાં આવશે. ફુડ વિભાગની કાર્યવાહીમાં મોટા ભાગે દુકાનદારને જથ્થો નાશ કરવાનો તેમજ દંડ કરવાનો આદેશ થતો હોય છે.

રાજકોટના કૌભાંડ બાદ કચ્છમાં ફેટ વધારવા માટે દૂધમાં થતી ભેળસેળ પર ચાંપતી નજર
દુધમાં ફેટનું પ્રમાણ વધારવા માટે વેપારીઅો તરફથી ભેળસેળ કરાતી હોય છે જેના લીધે લોકોના આરોગ્ય સાથે ચેડા થાય છે. રાજકોટ પંથકમાં દુધમાં ભેળસેળ કરાતી હોવા અંગે મોટાપાયે ચાલુ રહેલુ કાૈભાંડનો પર્દાફાશ થયો હતો. દુધમાં ભેળસેળ અટકાવવા માટે કચ્છનું ફુડ તંત્ર પણ સક્રીય બન્યું છે અને દુધમાં ફેટ વધારવા માટે ભેળસેળ કરતા વેપારીઅો પર ચાંપતી નજર રાખવામાં આવી રહી છે.

અન્ય સમાચારો પણ છે...