ન્યુમોનિયા વેકસિનનો કચ્છમાં આરંભ:શ્વાસોચ્છવાસથી ફેલાતા ન્યુમોકોકલ રોગની રસી બાળકોમાં મુકાવવી જરૂરી

ભુજ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કાલથી ન્યુમોનિયા વેકસિન આપવાની કામગીરીનો કચ્છમાં આરંભ

કેન્દ્ર સરકાર તથા રાજય સરકાર દ્વારા સમયાંતરે બાળકોનાં રક્ષણ માટે યુનિવર્સલ ઈમ્યુનાઇઝેશન કાર્યક્રમ હેઠળ વધુ એક નવી રસી- ન્યુમોકોકલ રોગ સામે ન્યુમોકોકલ કોંજૂગેટ વેકસીન (ન્યુમોનિયા વેકસિન) સામેલ કરવામાં આવી છે.રાજ્યની સાથે કચ્છ જીલ્લામાં પણ આવતીકાલ બુધવારથી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર તેમજ શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે આ રસીની શરૂઆત થઇ રહી છે.

ન્યુમોકોકલ રોગ એક માણસથી બીજા માણસ સુધી શ્વાસોચ્છવાસ દ્રારા ફેલાય છે. દા.ત. ઉધરસ અથવા છીંક. આ રસીકરણ બાળકોમાં ન્યુમોકોકલ રોગો અને તેના દ્રારા થતા મૃત્યુને અટકાવી શકે છે. એક વર્ષથી નાના બાળકોમાં ગંભીર ન્યુમોકોકલ રોગનું જોખમ વધુ રહે છે. ન્યુમોકોકલ રોગ સામે અસરકારક રક્ષણ આપવા માટે ત્રણ ડોઝ લેવા ખુબજ જરૂરી છે. સરકાર દ્રારા આ વેકસીન વિનામુલ્યે આપવામાં આવે છે. ન્યુમોકોકલ રોગને અટકાવવા માટે રસીકરણ એ એક અગત્યનો ઉપાય છે તેવું મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી ડો.જનક માઢકે જણાવ્યું હતું.

આરોગ્ય કર્મચારીઓની હાજરી પર આજની કોરોના વેકસીનની કામગીરીનો મદાર
તાજેતરમાં આરોગ્ય કર્મચારીઓના મંડળ દ્વારા એવો નિર્ણય કરવામાં આવ્યો છે કે,જાહેર રજા અને રવિવારના દિવસે કામગીરી કરવામાં નહિ આવે.જેથી તાજેતરમાં શુક્રવારથી રવિવાર સુધી કોરોના વેકસીનેશન સ્થગિત રહ્યું હતું.આજે જ્યારે ઇદની સરકારી રજા છે ત્યારે ડોઝ ઉપલબ્ધ હોવા છતાં જિલ્લામાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો અને અન્ય દવાખાનામા કર્મચારીઓની હાજરી પર વેકસીનેશન કામગીરીનો મદાર રહેશે.

જાણો આ ગંભીર બીમારીના લક્ષણો અને તેની અસરો
ન્યુમોકોકલ રોગ એ સ્ટ્રેપ્ટોકોકસ ન્યુમોનીયા નામનાં જીવાણુ દ્રારા થનાર રોગના સમુહનું નામ છે. ન્યુમોકોકલ સંક્રમણના કારણે ગંભીર રોગો જેવા કે મેનિન્જાઇટિસ, સેપ્ટિસીમીયા અને ન્યુમોનીયાની સાથે સાઇનોસાઇટિસ જેવા મંદ પણ વધારે સામાન્ય રોગો પણ થઇ શકે છે.આ ફેફસાનો ચેપ છે, જેમાં બાળકને તાવ, ઉધરસ, છાતીનું અંદર ખેંચાવું, શ્વાસ લેવામાં તકલીફ, તીવ્ર શ્વાસ અને ગળામાં સસણી બોલવી વગેરે થાય છે. ગંભીર પરિસ્થિતીમાં આંચકી આવી શકે, બેભાન થઇ શકે, અને બાળકનું મૃત્યુ પણ થઇ શકે છે.

અન્ય સમાચારો પણ છે...