શિયાળો આવ્યો ચિક્કી લાવ્યો:મોંઘવારીના કારણે ચિક્કીના ભાવમાં 10 થી 12 ટકાનો વધારો છતાં માંગ અકબંધ

ભુજએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઠંડીના આગમન સાથે કારીગરો વ્યસ્ત

શિયાળો એટલે ઘણા બધા લોકોને મનગમતી ચીકીની પણ ઋતુ છે. ભુજના સુરેશભાઈ છેલ્લા 40 વર્ષથી ચીકીના વ્યાપાર સાથે સંકળાયેલા છે. તેમના જણાવ્યા મુજબ લોકો ગોળની અને એમાં તલ, સિંગની ચીકી વધારે પસંદ કરે છે. તદુપરાંત આ દિવસોમાં દાળિયાની, મિક્સ ડ્રાય ફ્રુટ અને સાથે કોપરાની પણ ચીકી બનવામાં આવે છે.

બીજા વ્યાપારીઓને પૂછતા જણાયું કે મોંઘવારીના લીધે ગયા વર્ષ કરતા 10-12% ભાવમાં વધારો થયો છે. મોટી દુકાનોથી લઈ લારી-ગલ્લાવાળા સીઝનમાં સરેરાશ દરરોજની 250-300 કિલો જેટલી ચીકીનો વેપાર કરે છે. બધાથી વધુ માંગ સિંગ ચીકીની છે અને જેના ભાવ જુદી જુદી દુકાનોમાં 200 થી 360 રૂપિયા કિલોના ભાવે વેચાય છે. જ્યારે ડ્રાય ફ્રૂટ ચીકી રૂ.1000-1100 પ્રમાણે વેચાય છે. નવી ચીકીના ફ્લેવર્સ જેવા કે ચોકલેટ, અંજીર જે હવે અહીં તો વેંચાય જ છે સાથે ઘણી જગ્યાએ એક્સપોર્ટ થાય છે.

કચ્છમાં સૂંઠ અને ગુબીતનું પણ સારી એવું વેંચાણ થાય છે. ચીકી સ્વાદિષ્ટ સાથે એક પૌષ્ટિક આહાર પણ છે. જેમાં રહેલો ગોળ શરીરને ગરમ રાખવામાં મદદ કરે છે અને સિંગ, તલમાં રહેલા વિટામિન, આયર્ન અને મિનરલ કોલેસ્ટ્રોલને નિયંત્રિત અને હૃદયને સ્વસ્થ રાખે છે. શિયાળામાં ચિક્કીની ઘણી માંગ હોય છે અને ખાસ તો ઉત્તરાયણના દિવસે હોંશભેર લોકો ચિક્કી આરોગે છે.

અન્ય સમાચારો પણ છે...