કચ્છની મુલાકાત કરશે:મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ 15મી તારીખે કચ્છમાં વિકાસ કાર્યોનું લોકાર્પણ કરશે

ભુજએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મુખ્યમંત્રી બન્યા બાદ કચ્છ જિલ્લાની સતત 5મી મુલાકાત

ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ તારીખ 15મી એપ્રિલના રોજ એક દિવસના કચ્છ જિલ્લાનાં પ્રવાસે આવી રહ્યા છે. મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ સવારે 9.30 કલાકે હીલ ગાર્ડન એરપોર્ટ રોડ ભુજ ખાતેથી જિલ્લા પંચાયત આરોગ્ય શાખા દ્વારા ખરીદાયેલી 36 આરોગ્ય એમ્બ્યુલન્સને લીલીઝંડી આપી પ્રસ્થાન કરાવશે. તેમજ 10.00 કલાકે ભૂજ નજીકના મુન્દ્રા રોડ પર બનેલી કચ્છી લેઉવા પટેલ ટ્રસ્ટ સંચાલિત કે.કે સુપર સ્પેશિયાલીટી હોસ્પિટલના લોકાર્પણ કાર્યક્રમમાં હાજરી આપશે. ઉલ્લેખનીય છે કે આ હોસ્પિટલનું લોકાર્પણ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની વર્ચ્યુલ ઉપસ્થિતીમાં યોજાશે.

ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને આ પૂર્વે ચાર વખત જિલ્લાની મુલાકાતે આવી ચુક્યા છે જે ફરી એક વખત પધારી રહ્યા છે. આટલા ટૂંકા ગાળામાં કોઈ તાકીદની સ્થિતિ વગર કચ્છની મુલાકાતે મુખ્યમંત્રી આવ્યા હોય તેવું પ્રથમ વખત બની રહ્યું છે

ચાર સદી પહેલા ખેત મજૂર તરીકે આવ્યા હતા પટેલ
400 વર્ષ પહેલાં ગુજરાત, સૌરાષ્ટ્રમાંથી ખેત મજૂર તરીકે આવેલા લેવા પટેલ ખૂબ જ ગરીબ હતા. સખત મહેનત કરવા છતાં દુષ્કાળ પર દુષ્કાળના કારણે આજીવિકાની સમસ્યા હતી. ત્યારબાદ સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોએ પટેલોને વિદેશ જવાની પ્રેરણા આપી અને 80 વર્ષ પહેલા આફ્રિકા જંગબાર (ઝાંઝીબાર) ગયા. સખત મહેનત અને વ્યાપારી કુનેહ વાપરીને અનેક પટેલ સમાજના લોકો ઉદ્યોગપતિ થયા તો બધા જ ક્ષેત્રે નામ કમાવ્યુ. કચ્છથી આફ્રિકાનો પ્રવાસ 1943થી શરૂ થયો હતો. 1950 યુગાન્ડા, ઝાંઝીબાર, મોમ્બાસા, કેન્યામાં કાયમી સ્થાયી થયા.

1971થી બ્રિટનમાં શરણાર્થી બન્યા. ત્યારે 35,000 કચ્છી શરણાર્થી તરીકે લંડન આવ્યા હતા. કેટલાક અમેરિકા, સ્વીડને પણ આશરો લીધો. આજે બ્રિટનમાં વિશાળ આર્થિક સામ્રાજ્ય છે. યુકેમાં 7 સ્વામિનારાયણ મંદિરો છે, જેનું નિર્માણ કચ્છના લેવા પટેલ સમાજ દ્વારા કરવામાં આવ્યું છે. તો કેન્યાના તમામ મોટા શહેરોમાં કચ્છના સ્વામિનારાયણ મંદિરો છે. સંખ્યામાં લેખીએ તો બ્રિટનમાં - 2,25,000, આફ્રિકામાં 4,00,000, ઓસ્ટ્રેલિયા - 25,000, અખાતી દેશોમાં 6,000 કચ્છી વસે છે.

57 વર્ષ જૂની સંસ્થાનું શિક્ષણ અને આરોગ્ય ક્ષેત્રે અમૂલ્ય યોગદાન
કચ્છી લેવા પટેલ સમાજ ટ્રસ્ટની 1965માં થઈ હતી. ભુજ આસપાસના ગામડાઓ ઉપરાંત ટ્રસ્ટની ભુજમાં સૌથી મોટી બે હોસ્પિટલ એમ.એમ.પી.જે. મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ, જેમાં દર વર્ષે 3.65 લાખ દર્દીઓ લાભ લે છે અને બીજી કે.કે.પટેલ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ, જેનું કાલે લોકાર્પણ થશે.

1988થી કન્યા સંસ્કારધામની શરૂઆત કરવામાં આવી, જ્યાં આજ સુધીમાં 30,000 દીકરીઓ સંસ્કારી બની છે. પ્રાથમિક માધ્યમિક સુધી 35,730 વિદ્યાર્થીઓએ પ્રેક્ટિસ કરી છે. 2010 માં ભુજ સ્વામિનારાયણ નૂતન મંદિરની ઉજવણીમાં, 40,000 સર્જરીઓ મફતમાં કરવામાં આવી હતી, જેમાં બાયપાસ કેન્સર, ઘૂંટણ બદલવાથી લઈને મોટી સર્જરીઓનો સમાવેશ થાય છે. નર્સિંગ કોલેજ અને મેડિકલ કોલેજ બનાવવાની યોજના છે.

સામાજિક સેવા સાથે સાથે ધાર્મિક ભાવ : પટેલ ચોવીસીના લોકોએ રામ મંદિર નિર્માણ માટે 25 કરોડ રૂપિયા અયોધ્યા મોકલ્યા
સામાજિક સેવા સાથે સાથે ધાર્મિક ભાવ માટે પણ જાણીતા કચ્છના લેવા પટેલ વિશ્વભરમાં સ્વામીનારાયણ સંપ્રદાયના મંદિરો બનાવ્યા છે, તો હાલમાં અયોધ્યામાં નિર્માણ થઇ રકેલા રામ મંદિર માટે ગામડે ગામડે થી નાનીથી મોટી રકમ એકઠી કરીને 25 કરોડ જેવી માતબર રકમ મૂકી છે.

અન્ય સમાચારો પણ છે...