સરહદ પર ઉજવણી:મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કચ્છ સરહદમાં સેનાના જવાનો સાથે દિવાળીની ઉજવણી કરશે

ભુજએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આર્મી, BSF, એરફોર્સ, ગુજરાત પોલીસ, NCC, એસ.આર.પી, જવાનો સાથે વાર્તાલાપ કરશે
  • મુખ્યમંત્રી કોસ્ટ ગાર્ડના જવાનો સાથે ધોરડો ખાતે શુભેચ્છા સંવાદ કરશે

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ 3 નવેમ્બરે કચ્છ જિલ્લાની મુલાકાતે જશે. મુખ્યમંત્રી સેનાના જવાનો સાથે કચ્છમાં દિવાળીની ઉજવણી કરશે. તેઓ કચ્છના ધોરડો ખાતે સરહદી વિસ્તારમાં સરહદ પર તૈનાત અને દુશ્મનો સામે આપણા દેશની રક્ષા કરતા આર્મી, BSF, એરફોર્સ, એસ.આર.પી, કોસ્ટ ગાર્ડના જવાનો તેમજ ગુજરાત પોલીસ અને NCC સાથે મળીને દિવાળીની ઉજવણીની સાથે સાથે વાર્તાલાપ કરશે.

દિપાવલીના પર્વ નિમિત્તે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સેનાના જવાનોને મીઠાઈ આપીને શુભેચ્છાઓ પાઠવશે. આ ઉપરાંત ધોરડો ખાતે યોજાનારા સાંસ્કૃતિક કાર્યક્રમમાં પણ ઉપસ્થિત રહેશે અને તેમની ઉપસ્થિતિમાં જવાનો સાથે આતિશબાજીનો કાર્યક્રમ પણ યોજાશે. તારીખ 3 નવેમ્બરના સાંજે 4 કલાકથી શરૂ થનારા આ કાર્યક્રમ પ્રસંગે મુખ્યમંત્રી સાથે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ સહભાગી થશે. ધોરડો ખાતેના કાર્યક્રમને લઈને તૈયારી અને આયોજન અર્થે કલેક્ટર પ્રવીણા ડી.કે.ના અધ્યક્ષ સ્થાને સંબંધિત અધિકારીઓની બેઠક પણ આ તબક્કે આજે સોમવારે મળી હતી.

અન્ય સમાચારો પણ છે...