કચ્છના નાના રણ ઘુડખર અભયારણ્યમા કેમિકલ ફેકટરીઓ દ્વારા મલિન જળ છોડવામાં આવતા વનવિભાગ દ્વારા 10 જેટલી કંપનીઓને નોટિસ ફટકારવામાં આવી છે. ઘુડખર અભ્યારણની હળવદ રેન્જના ટીકર અને કીડી પાસે તાજેતરમાં ઉભી થયેલી કેમિકલ ફેક્ટરીઓ દ્વારા અભયારણ્યમા કેમિકલનુ પ્રદૂષિત પાણી ઠાલવીને રણમાં વસવાટ કરતા અમૂલ્ય વન્ય જીવો અને જૈવિક વિવિધતાને પારાવાર નુકશાન પહોચાડવાની ફરિયાદને આધારે આ કાર્યવાહી કરવામાં આવી હતી.
ઘુડખર અભ્યારણ્યના નેચરલી હેબીટાડ તેમજ રિઝર્વ ફોરેસ્ટ એરિયામાં અસંખ્ય વન્ય જીવો અને અહીંના કલ્ચરને પ્રદુષિત પાણીથી ભારે નુકશાન પહોંચતું હતું. જેથી ફોરેસ્ટના અધિકારીઓ દ્વારા સ્થળ પર જઇ 10 જેટલી ફેકટરીના કેમિકલ વેસ્ટના સેમ્પલ લેવામાં આવ્યા છે તેમજ પાણીનું અને ઘન કચરાનુ કચ્છના નાના રણમાં પ્રદૂષણ ફેલાવવાના મુદ્દે ઘુડખર અભ્યારણ રેન્જ કચેરી દ્વારા નોટીસો પણ ફટકારવામાં આવી છે. જેને લઈને અભ્યારણને પ્રદુષિત કરતા તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો હતો.આ અંગેની વધુ તપાસ મદદનીશ નાયબ વન સંરક્ષક ઘુડખર અભ્યારણ કચેરી ધ્રાંગધ્રાના અનીલકુમાર રાઠવા કરી રહ્યાં છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.