તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ક્રાઇમ:MPના દંપતિ સાથે થયેલી છેતરપિંડીમાં ચીટર જેલ હવાલે, અન્ય ઠગો ફરાર

ભુજ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • વાહનો કે રૂપિયા રિકવર કરાયા કે નહીં તે અંગે ફોડ પડયો જ નહીં
 • લેવા-મુકવા જવાની ભૂમિકા ભજવનારને આરોપી ન બતાવાયા

પશ્ચિમ કચ્છ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપને છેતરપિંડીની તપાસ સોંપવામાં આવી છે, જો કે, કેટલા રૂપિયા રિકવર કર્યા અને વાહન કબજે લીધા કે નહીં તે અંગે અધિકારીઓ પાસેથી જાણી શકાયું નથી. નકલી નોટમાં પકડાયેલા મધ્યપ્રદેશના દંપતી સાથે છેતરપિંડી કરનારો માજી નગરસેવિકાનો પુત્ર નવાબ ત્રાયા દબોચાયા બાદ તેના સોમવાર સુધીના રિમાન્ડ લેવાયા હતા, રિમાન્ડ પુર્ણ થતા તેને સાંજે જેલ હવાલે કરાયો હતો.

રિમાન્ડ દરમિયાન કાનજી પટેલની ભુમિકામાં કોણ હતો અને ફરિયાદીને લેવા-મુકવા ગયેલો મહેશ કોણ હતું તેનું નામ ખુલ્યું કે નહીં તે જાણવા માટે તપાસનીશ અજય ઝાલાનો સતત સંપર્ક કર્યા બાદ તેમણે ફોન ઉપાડવાની તસદી લીધી ન હતી. રિમાન્ડ દરમિયાન આરોપી પાસેથી છેતરપિંડીમાં પડાવાયેલા પૈસા રિકવર કરાયા કે નહીં તેમજ લેવા-જવા માટે મહેશ નામના શખ્સનું નામ આરોપી તરીકે દર્શાવાયું નથી તેની વિગતો જાણી શકાઇ નથી.

પૈસા પરત આપવાની વાતો વચ્ચે ફોજદારી નોંધાઇ ગઇ
એસ.ઓ.જી.માં ફરજ બજાવતા અધિકારી-કર્મચારીઓ ચીટર વર્તુળ સાથે ઘરોબો ધરાવે છે, મધ્યપ્રદેશના દંપતિ પાસેથી પૈસા પડાવી લેવાયા બાદ એસ.ઓ.જી.એ નવાબ ત્રાયાને ઉઠાવી લીધો હતો, તેવા ટાણે પૈસા દંપતિને પરત આપવાની વાત ચાલુ હતી. સંભવત: પાંચેક કલાક સુધી એસઓજીની કચેરીમાં વાતચીત બાદ ફોજદારી દાખલ થઇ ગઇ હતી. પ્રકરણ ચર્ચાસ્પદ હોવાથી પોલીસે પૈસા પરત અપાવી દેવાને બદલે ફોજદારી દાખલ કર્યા બાદ રિકવરી કરવાનું મુનાસીબ સમજ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો