ગુનાની હારમાળા:સાણંદ પાસે પકડાયેલી ચીટર ટોળકીએ ઠગાઇના 28 ગુના કબૂલ્યા, પોલીસમાં નોંધાયો‘તો માત્ર 1

ભુજ6 મહિનો પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
 • અમદાવાદ એસઓજીની ટીમે બે દિવસ પૂર્વે ભુજના પાંચ ચીટરોને દબોચ્યા હતા
 • સોની પાસેથી છરીની અણીએ રૂપિયા 12.65 લાખ લૂંટનારા પાંચેય જણા 3 દિવસના રિમાન્ડ પર
 • સસ્તા સોના અને નકલી નોટની લાલચ આપીને કુલ દોઢ કરોડ જેટલી માતબર રકમની છેતરપિંડી

બે દિવસ પૂર્વે અમદાવાદ અેસઅોજીઅે દબોચેલા પાંચેય ચીટર ટોળકીઅે ઠગાઇના ગુનાની હારમાળા સર્જી હોય તેમ અત્યાર સુધી કરેલી ઠગાઇના 28 ગુનાની કબુલાત કરી છે, જેમાં અેક જ ગુનો પોલીસ ચોપડે નોંધાયેલો છે. અજમેરના ગીરધારીદાસ રતનલાલજી સોનીને ફેસબુક આધારે સંપર્ક કરી સસ્તું સોનું આપવાની વાત કરી 10 ફેબ્રુઆરીએ સ્કોર્પીયો ગાડીમાં બેસાડી સાણંદના ઇયાવા ગામના પાટિયા પાસે લઈ જઈ છરીની અણીએ રૂ.12.65 લાખની લૂટ કરી ફરાર થઈ જતાં જીઆઈડીસી પોલીસે ગુનો દાખલ કર્યો હતો.

ગ્રામ્ય એસ.ઓ.જી. શાખાએ વિરમગામ સર્કલ ખાતે વોચ ગોઠવી હનીફ દાઉદ સના,મહોમદ હુશેન ઉર્ફે મામદભાઇ લંઘા, અકબર મહેમુદભાઇ માજોઠી, સીરાજુદીન ઓસમાન આમદ વિરા, ઇમરાન મુબારક ઇસ્માઇલ જુણેજાને રૂ.25,47,050ના મુદ્દામાલ સાથે દબોચી લીધા હતા. અને સાણંદ જીઆઈડીસી પોલીસને સોંપયા હતા. પોલીસે આરોપીઓને કોર્ટમાં રજૂ કરતાં પાચેય આરોપીઓને કોર્ટે 3 દિવસના પોલીસ રિમાન્ડ ઉપર ધકેલયા છે.
અધધધ...ભુજના મમલા લંગાએ અન્ય ઠગો સાથે મળીને આચરેલા 28 ગુનાઓની તવારીખ

 • સાત વર્ષ પૂર્વે નખત્રાણાના નરેન્દ્ર નામના મજૂર પાસે રવિ સિનેમા પાસે બોલાવી અસલી નોટના બહાને 40 હજાર રૂપિયા પડાવી લીધા.
 • જેલમાં દિલાવર ક્કલે તેના સાથે કામ કરવાની અોફર કરતા તેના સાથે સાત ઠગાઇ અાચરી, દિલાવરે અઢી લાખ રૂપિયા ભાગમાં અાપ્યા.
 • છ વર્ષ પૂર્વે કાદર અલીમહમદ સોઢા સાથે મળી માનકુવાના પટેલ શખ્સને ડબલ પૈસાની લાલચ અાપી 2.25 લાખ રૂપિયા ઠગી લીધા.
 • ચાર વર્ષ પૂર્વે અારબ ભુરો (રહે. મહેસાણા), અબ્દુલ જુમા નોતીયાર ત્રણેય સાથે મળી વારાહી પાસે મોહન પટેલને સોનાના બિસ્કીટ અાપવાની લાલચથી 10 લાખ રૂપિયા પડાવી લીધા.
 • ત્રણ વર્ષ પૂર્વે અામદ સિદીક લંગા, અબ્દુલ જુમ્મા નોતીયાર સાથે મીરજાપરના લાકડાના કારખાના માલિકને અસલ નોટની લાલચ અાપી 4.35 લાખ રૂપિયાની છેતરપિંડી કરી હતી.
 • અઢી વર્ષ પૂર્વે સિકંદર જુસબ સોઢા, મામદ સોા સાથે મળી માનકુવાના નલીનભાઇ ઠક્કરને અસલી નોટની લાલચ અાપી 1.50 લાખ રૂપિયાની છેતરપિંડી કરી હતી.
 • બે વર્ષ પૂર્વે લતીફ સુમરા (ફુલપાટીયા, ચાંદ હોટેલનો માલિક) સાથે મળી લતીફખાનના સંપર્કમાં અાવેલા યુસુફખાન અને નુરખાનનને સોનાના બિસ્કીટની લાલચ અાપી 9 લાખ રૂપિયા પડાવી લીધા.
 • અબ્દુલ જુમા નોતીયાર અને અારબ ભુરો (રહે. મહેસાણા) અને લતીફ સુમરા સાથે મળી મહેસાણાના રમણીક પટેલ પાસેથી સસ્તા સોનાની લાલચ અાપી 9.50 લાખ રૂપિયાની છેતરપિંડી કરી લીધી.
 • દોઢ વર્ષ પૂર્વે સિકંદર જુસબ સોઢા, મામદ સોના, અારબ ભુરા સાથે મળી પાલનપુરના નવીનભાઇ નામના શિક્ષક પાસેથી 13.50 લાખ રૂપિયા પડાવી લીધા, જે અંગે ભુજ શહેર બી ડિવિઝન પોલીસમાં કેસ નોંધાયો હતો.
 • દોઢ વર્ષ પૂર્વે કાસમ કુંભાર (રહે. માતાનામઢ) અસલ નોટની પાર્ટી લાવ્યો હતો જેના સાથે મળી 4.50 લાખ રૂપિયા પડાવી લીધા હતા.
 • એક વર્ષ પૂર્વે અબ્દુલ નોતીયાર અને કેસર સમા દલાલ નખત્રાણાના વિનુભાઇ પટેલને લાવતા તેના પાસેથી 5.50 લાખ અસલી નોટની લાલચ અાપી પડાવી લીધા હતા.
 • અબ્બાસ શેખ (રહે. સુરેન્દ્રનગર) અને અબ્દુલ નોતીયાર સાથે મળી, અર્જુનસિંહ (રહે. બાડમેર, રાજસ્થાન) પાર્ટી લઇ અાવતા 20.80 લાખ રૂપિયા સોનાના બિસ્કીટના નામે પડાવી લીધા હતા.
 • હુશેન જુમ્મા, ઇજાજ સીદીક હિંગોરજા સાથે મળી ધાંગ્રધાની પાર્ટી પાસે સસ્તા સોનાની લાલચે 8.80 લાખ રૂપિયાની ઠગાઇ કરી હતી.
 • નવ માસ પહેલા અબ્બાસ શેખ અને અબ્દુલ નોતીયાર ગાંધીનગરના સોનેને બોલાવતા તેને સસ્તા સોનાની લાલચ અાપી 9 લાખ રૂપિયાની છેતરપિંડી કરી હતી.
 • સાહીલ મોગલ, નવાબ હારૂન ત્રાયા અને ભાભા હારૂન ત્રાયા (રહે. ભુજ)વાળા યુ.પી.ના વાણીયાને લઇ અાવતા અસલી નોટના બહાને 7.50 લાખ રૂપિયા પડાવી લીધા હતા.
 • હનીફ દાઉદ સના અને અારબ ભુરા સાથે મળી મહેસાણાના સોનીને સસ્ના સોનાની લાલચ અાપી 3.50 લાખ રૂપિયાનો ચૂનો ચોપડયો હતો.
 • સાત માસ પહેલા લતીફા સુમરા (રહે. ખાવડા રોડ), હાજીખાન વારાહી સાથે મળી ધાંગ્રધ્રાના રોનકભાઇ પાસેથી 5.50 લાખ રૂપિયા સસ્તા સોનાની લાલચ અાપી લઇ લીધા હતા.
 • છ માસ પૂર્વે અબ્બાસ શેખ, અકબર મહેમુદ માંજોઠી (રહે. દુધઇ), અબ્દુલ નોતીયાર મુંબઇની પાર્ટીને સોનાના બિસ્કીટની લાલચ અાપી 6.50 લાખ રૂપિયાની છેતરપિંડી કરી હતી.
 • 5 માસ પૂર્વે અબદુલ નોતીયાર અને મહમદ બકાલી (રહે. ભુજ)વાળા સાથે મળી ફેસબુક મારફતે અજમેરની પાર્ટીને સસ્તા સોનાની લાલચ અાપી 5.50 લાખ રૂપિયા પડાવી લીધા હતા.
 • 5 માસ પહેલા અબ્બાસ શેખ, સીદીક સુમરા અને અબ્દુલ નોતીયાર સાથે મળી મુંબઇની પાર્ટી પાસેથી 4.50 લાખ રૂપિયા સોનાના બિસ્કીટ અાપવાની લાલચે પડાવ્યા હતા.
 • 4 માસ પહેલા સાહીલ મોગલ, ભાભા ત્રાયા અને નવાબ ત્રાયા (રહે. ભુજ)વાળા સાથે મળી ફેસબુક મારફતે અાવેલી જયપુરની પાર્ટી પાસેથી 7 લાખ રૂપિયા રોકડા પડાવી લીધા હતા.
 • સાહીલ મોગલ, સાહીન મોગલ અને ભાભા ત્રાયા મુંબઇના દિલીપ ગોસ્વામી પાસે સેવન સ્કાય રોડ પર સોનાના બિસ્કીટ અાપવાની લાલચે 12.50 લાખ રૂપિયાનો ચૂનો ચોપડયો હતો.
 • સાત માસ પહેલા હાજી મછવારા અને અભુ મછવારા (રહે. માંડવી), અબ્દુલ નોતીયાર સાથે મળી રાપરના વિનુભાઇ ચાૈધરી પાસેથી 8.50 લાખ રૂપિયાની સસ્તા સોનાના નામે ઠગાઇ કરી હતી.
 • 3 માસ પહેલા અબ્દુલ નોતીયાર, સાહીલ મોગલ સાથે મળી ફેસબુક મારફતે મુંબઇના ચાૈધરી પાસેથી 2.50 લાખ રૂપિયા અસલી નોટ અાપવાની લાલચે પડાવી લીધા હતા.
 • બે માસ પૂર્વે સાહીલ મોગલ, સિકંદર સોઢા સાથે મળી મુંબઇની પાર્ટીને અસલી નોટની લાલચ અાપી 92 હજાર રૂપિયા ઠગી લીધા હતા.
 • બે માસ પૂર્વે અબ્દુલ નોતીયાર, સાહીલ મુગલ સાથે મળી ચેન્નઇની પાર્ટી પાસેથી ઇસ્માઇલ સાલે બાફણના ઘરે સોનાના બિસ્કીટની લાલચ અાપી 8.50 લાખ રૂપિયા પડાવી ચાર સરખા ભાગ પાડયા હતા.
 • 25 દિવસ પૂર્વે સાહીલ મોગલ, નવાબ ત્રાયા, બાબા ત્રાય સાથે મળી ફેસબુક મારફતે મધ્યપ્રદેશની પાર્ટી પાસેથી માળીયા ખાતે 15 લાખ રૂપિયા પડાવી ચાર સરખા ભાગ કર્યા હતા.
 • દોઢ વર્ષ પૂર્વે અકબર મહેમુદ માંજોઠીઅે ફેસબુક મારફતે જોગેશ સુથારને સસ્તા સોનાની લાલચ અાપી મોહમદ હુશેન અને અબ્બાસ શેખ સાથે મળી 9 લાખ રૂપિયા પડાવ્યા હતા
અન્ય સમાચારો પણ છે...