તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

છેતરપિંડી:18 લાખના ઠગાઇ કેસના આરોપી ચીટરને થાણે પોલીસ ભુજથી વિમાનમાં લઇ ગઇ!

ભુજએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પોલીસ પહોંચી હોવાની વાત મળતા જ પૈસા પડાવનારા ભુજના ચીટરો ભુગર્ભમાં ઉતરી ગયા
  • આંધ્રપ્રદેશના યુવાાનને બીજી વખત શીશામાં ઉતારવા માટે બોલાવતાં વેન્યુ કાર પણ કબજે લેવાઇ

આંધ્રપ્રદેશના યુવાન સાથે મુંબઇના થાણેમાં ભુજના ચીટરોએ સસ્તા સોનાના નામે છેતરપિંડી કરતા મહારાષ્ટ્ર પોલીસે ફરિયાદ નોંધી હતી, એક વખત ચીટિગનો ભોગ બની ચુકેલા યુવાનને બીજી વખત શીશામાં ઉતારવા ભુજના અન્ય ચીટરે પ્રયાસ કરતા પોલીસ ભુજ પહોંચી હતી, એલસીબીને સાથે રાખી એક શખ્સને દબોચ્યો હતો. સુત્રોએ કહ્યું હતું કે, આ ચીટરને થાણે પોલીસ ભુજથી ફલાઇટમાં લઇ ગઇ હતી. જો કે, 18 લાખ રૂપિયા પડાવનારા શખ્સો સુધી હજુ પોલીસ પહોંચી શકી ન હતી.

સસ્તા સોનાની લાલચ આપી છેતરતી અનેક ગેંગ ભુજમાં સક્રીય છે, અમુક શખ્સો તો બેથી ત્રણ વખત ભુજના જુદા જુદા ચીટરો પાસે શીશામાં ઉતરી જતા હોય છે તો અમુક શખ્સો પ્રથમ વખત છેતરપિંડીનો ભોગ બન્યા બાદ કચ્છ તરફ જોતા પણ નથી. આંધ્રપ્રદેશના યુવાન સાથે પણ કંઇક એવુ જ થયું છે, 18 લાખ રૂપિયા ભુજના ચીટરોએ પડાવી લીધા બાદ ભુજના અન્ય ચીટરોએ તેનો ફેસબુક પર સંપર્ક કરી પૈસા પડાવવા કોશીશ કરી હતી. જો કે 18 લાખ રૂપિયા ગુમાવ્યા અંગે ફરિયાદ નોંધાવી હોવાથી તેણે પોલીસને જાણ કરી હતી.

મહારાષ્ટ્ર પોલીસે યુવાનને સાથે રાખી ભુજ પહોંચી હતી, એલસીબીને સાથે રાખી નંબર ટ્રેસ કરી બીજી વખત ચીટિંગ કરવા બોલાવનારા શખ્સને દબોચી લીધો હતો. સુત્રોમાંથી મળતી વિગતો મુજબ, છેલ્લા એક દાયકાથી સંજોગ નગર વિસ્તારમાં રહી સસ્તા સોનાના નામે ચીટિંગ કરતા શખ્સોએ આંધ્રપ્રદેશના આ યુવાનનું 18 લાખ રૂપિયાનું કરી નાખ્યું છે જેના સુધી પોલીસ હજુ પહોંચી શકી નથી. નોંધનીય છે કે, આ ચીટરને થાણે પોલીસ ફલાઇટથી મુંબઇ લઇ ગઇ હતી, જયાં પોલીસ ફરિયાદ નોંધાઇ છે તે પોલીસની સાથે આંધ્રપ્રદેશનો યુવાન પણ પોલીસની સાથે આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...