તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હવામાન:આ ઉનાળામાં સૂર્યદેવનો ચાતુર્માસ ભુજમાં: રાજ્યનું સાૈથી ગરમ શહેર

ભુજ8 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
 • 41.8 ડીગ્રી તાપમાં શહેરીજનો અકળાયા : મહત્તમ પારો 11 દિવસથી સતત 40 ડીગ્રી ઉપર

નલિયા જેમ શિયાળામાં ઠંડીમાં સતત મોખરે રહે છે તે રીતે અા ઉનાળે સૂરજદાદાઅે ભુજ પર ડોળો માંડ્યો હોય તેમ ગરમીમાં અવિરત પ્રથમ કે બીજા નંબરે રહેતું હોવાથી શહેરીજનો સખત ઉકળાટ અનુભવી રહ્યા છે. અડધો ફાગણ બાકી છે ત્યારે જ શહેરનું મહત્તમ ઉષ્ણતામાન છેલ્લા 11 દિવસથી 40 ડીગ્રીથી ઉપર રહ્યું છે. રવિવારે પણ 41.8 ડીગ્રી તાપમાન સાથે ભુજ ગુજરાતનું સાૈથી ગરમ શહેર બની રહ્યું હતું. અલબત્ત કચ્છની પ્રાકૃતિક તાસીર પ્રમાણે સાંજ પછી ગરમીના પ્રમાણમાં ધરખમ ઘટાડો થતાં લોકો ટાઢક અનુભવે છે. રવિવારે પણ લઘુત્તમ તાપમાન 22.6 ડીગ્રી નોંધાતા રાત્રી અને દિવસમાં 19 ડીગ્રી જેટલો અસામાન્ય તફાવત નોંધાયો હતો. પરિણામે વિષમતા અનુભવાઇ હતી. અાગામી ચાર દિવસ ગરમીનું પ્રમાણ મહદઅંશે યથાવત રહેવાનો વર્તારો હવામાન વિભાગે દર્શાવ્યો છે. દરમિયાન સાંજે કંડલા અેરપોર્ટમાં ગરમીનો પારો 39.2, પોર્ટમાં 37.2 અને નલિયામાં 36.2 ડીગ્રી રહ્યો હતો. જોકે નલિયામાં લઘુત્તમ તાપમાન 20.2 ડીગ્રી જેટલું અોછું રહ્યું હતું. સૂર્યનારાયણ આકરા મિજાજથી શહેરીજનો અકળાયા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

  વધુ વાંચો