તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:છાડવારામાં જીરૂં સળગાવ્યાનો સરપંચ પુત્ર વિરૂધ્ધ આરોપ

સામખિયાળી2 મહિનો પહેલા
 • કૉપી લિંક

ભચાઉ તાલુકાના છાડવારા ગામે ખેડૂતના કૌટુંબિક સબંધી અને સરપંચ પુત્રએ સાગરિત સાથે મળી રૂ.5 લાખની કિંમતના 100 મણ જીરાના પાકમાં આગ લગાડી નુકશાન પહોંચાડ્યું હોવાના આરોપ સાથે ફરિયાદ અરજી ખેડૂતે ભચાઉ પોલીસને કરી છે. છાડવારા રહેતા 45 વર્ષીય ખેડૂત હીરા ધના ડાંગરે કરેલી ફરિયાદ અરજીમાં જણાવ્યું છે કે સારા વરસાદને કારણે તેમના ખેતરમાં 100 મણ જીરૂં તૈયાર થયું હતું જેની કિંમત રૂ.5,00,000 થાય જે પાક થ્રેસર મશિનથી અલગ કરવાનો હોઇ મશિનની રાહ જોઇ રહ્યા હતા.

તા.15/3 ના સવારે 7:30 થી 7:45 દરમિયાન તેઓ ખેતરે ગયા ત્યારે જીરાના પાકમાં આગ લાગેલી હતી. આગ બુજાવવા દોડ્યા ત્યારે આ આગ લગાડનાર અશ્વિન રામજી ડાંગર કે જે તેઓના કૌટુંબિક સબંધી થાય છે તેમને અને એક અજાણ્યા ઇસમને જોયા હતા પણ ત્યારે આગ કાબુમાં લેવાની હોઇ તેઓ દોડ્યા હતા. આગના ભડકા જોઇ ગામલોકો પણ ખેતર તરફ આવ્યા હતા .

આગ બુઝાવવાની કોશિષો કરી પણ રૂ.5,00,000 ની કિંમતનો જીરાનો 100 મણ પાક ખાક થઇ ગયો હતો. આ ઘટના બાદ લાખોના નુકશાનને કારણે માનસિક અસ્વસ્થ હોવાને કારણે ફરિયાદ અરજી મોડી કરવા આવ્યા હોવાનું તેમણે જણાવ્યું છે. જેના વિરુધ્ધ તેમણે ગુનો દાખલ કરી કાયદેસર કડક કાર્યવાહી કરવાનું કહ્યું છે તે અશ્વિન સરપંચનો પુત્ર હોવાનું જાણવા મળ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો