તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પરીક્ષા અંગે વિચારણા:કોવિડ થકી યુનિવર્સિટીની આગામી પરીક્ષાના માળખામાં ફેરફાર

ભુજ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • નવા માળખા મુજબ પરીક્ષા આપવાની રહેશે જેની વિગત વેબસાઇટ પરથી મળશે

કચ્છ યુનિવર્સિટી દ્વારા વિવિધ વિદ્યાશાખાઓની રેગ્યુલર, રિપીટર, એક્સર્ટનલ, એટીકેટીની વિવિધ સેમેસ્ટરની પરીક્ષાઓની પ્રારંભિક તારીખોમાં કોરોના મહામારીની પરીસ્થિતિને કારણે આગામી પરીક્ષાના માળખામાં ફેરફાર કરવામાં આવ્યો છે. પરીક્ષા વિદ્યાર્થીએ નવા માળખા મુજબ આપવાની રહેશે જે ઓનલાઇન વેબસાઇટ પરથી મળી રહેશે. કોવીડને ધ્યાને લઇને આગામી પરીક્ષાના માળખામાં ફેરફાર કરવામાં આવ્યો છે, જે માળખુ હાલના સત્ર 1,3,5,7,9ની પરીક્ષા સુધી માન્ય રાખવામાં આવશે. નવા માળખા માટેની તમામ વિગત યુનિ.ની વેબસાઇટ પર મુકવામાં આવી છે.

કચ્છ યુનિ.નો 10મો પદવીદાન સમારોહ એપ્રિલમાં
કચ્છ યુનિવર્સિટીનો 10મો પદવીદાર સમારોહ ઓનલાઇન એપ્રિલમાં યોજાશે. 1લીથી 25 જાન્યુઆરી સુધી ફોર્મ ભરવાની પ્રક્રિયા હાથ ધરાશે બાદમાં લેટ ફી સાથે ફોર્મ સ્વિકારાશે. ઓનલાઇન પદવીદાન સમારોહ યોજવાની તૈયારીઓ શરૂ કરી દેવાઇ છે. જે છાત્રોએ માર્ચ-20 પહેલા સ્નાતક કે અનુસ્નાતક પરીક્ષા ડીજીટલ પદ્ધતીમાં પાસ કરેલ હોય અને માર્કશીટ ફોટોવાળી હોય તે તેમામ છાત્રે ઓનલાઇન ડિગ્રી ફોર્મ ભરવાના રહેશે. ફોટો વગરની માર્કશીટ હોય તેઓએ યુનિ.ના એકેડમીક વિભાગ ખાતે રૂબરૂ ફોર્મ ભરવાના રહેશે. પદવીદાન સમારોહ ઓનલાઇન માધ્યમથી યોજવામાં આવશે, જેની તારીખ ટુંક સમયમાં જાહેર કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...

  વધુ વાંચો