શૈક્ષણિક વર્ષ 2021/22 માટે ધોરણ 9 અને 11ની વાર્ષિક પરીક્ષાની તારીખ 21મીથી 30મી અેપ્રિલ સુધી લેવાની હતી, જેમાં હવે ફેરફાર કરાયો છે અને હવે 19મીથી 29મી અેપ્રિલ દરમિયાન લેવાશે.
કચ્છ જિલ્લા શિક્ષણાધિકારી ડો. ભગવાન પ્રજાપતિઅે માહિતી અાપતા કહ્યું હતું કે, ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગરે 7મી માર્ચે તમામ જિલ્લા શિક્ષણાધિકારીઅોને જણાવ્યું હતું કે, શૈક્ષણિક વર્ષ 2022/23 માટે જવાહર નવોદય વિદ્યાલયમાં ધોરણ 6માં પ્રવેશ મેળવવા માટે જવાહર નવોદય વિદ્યાલય સિલેકશન ટેસ્ટ 2022ની 30મી અેપ્રિલે સમગ્ર દેશમાં લેવાશે, જેથી ધોરણ 9 અને ધોરણ 11ની વાર્ષિક પરીક્ષાની નિયત થયેલી તારીખો પૈકી 29 અને 30માં ફેરફાર કરવા અનુરોધ કરાયો હતો. જેને સરકારે મંજુરી અાપી દીધી છે.
વિજ્ઞાનપ્રવાહ પ્રાયોગિક કસોટીના હવે 2 કેન્દ્ર
કચ્છ જિલ્લામાં 2જી માર્ચથી ભુજમાં ઈન્દિરાબાઈ ગર્લ્સ હાઈસ્કૂલ, અોલ્ફ્રેડ હાઈસ્કૂલ, ગાંધીધામમાં અેસ.વી.પી. ગુજરાત વિદ્યાલય, પી.અેન. અમરશી હાઈસ્કૂલ, માંડવીમાં શેઠ ખીમજી રામદાસ કન્યા વિદ્યાલય, અંજારમાં સ્વામી વિવેકાનંદ વિદ્યાલયમાં વિજ્ઞાન પ્રવાહની પ્રાયોગિક પરીક્ષા શરૂ થઈ ગઈ હતી. જે 12મી માર્ચ સુધી ચાલવાની છે. પરંતુ, અાજ મંગળવારથી હવે ભુજની ઈન્દ્રાબાઈ ગર્લ્સ હાઈસ્કૂલ અને ગાંધીધામની સ.વ.પ. વિદ્યાલય અેમ ફકત બે જ સ્થળે લેવાશે. અેવું અે.ઈ.અાઈ. બીપીન વકીલે જણાવ્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.