ગેરરીિત:નંબર પ્લેટ, ચેસીસ નંબર બદલાવી બોગસ વાહન રજુ કરી ફિટનેસ થયા

ભુજએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • RTOના કેમ્પમાં અમુક એજન્ટોએ વીડિયોગ્રાફી વચ્ચે પણ ઇન્સ્પેકટરોનું કરી નાખ્યું
  • ગાંધીધામની જેમ કાગળો પર ચેસીસ પ્રિન્ટ લેવાયા બાદ ફીટનેસ કરાય તો ગેરરીિત અટકે

પ્રાદેશીક વાહન વ્યવહાર કચેરી શરૂ થઇ તે દિવસથી એપોઇન્ટમેન્ટ સીસ્ટમ લાગુ કરી દેવાઇ છે જેમાં અમુક એજન્ટોએ બોગસ વાહન પાસિંગ કરવા માટે નવી તરકીબ અપનાવી છે, વાહનમાં નંબર પ્લેટ અને રસીદમાં રજુ કરાતા વાહનના ચેસીસ નંબર એડીટ કરી વાહન ફિટનેશ માટે બતાવી દેવાય છે. 8મી જુનથી વાહન ફિટનેશ માટેની કામગીરી શરૂ કરાઇ છે, પ્રથમ દિવસથી જ વિડીયોગ્રાફી ફરજીયાત રખાઇ હોવાથી લાઇટ કે વાઇફર બંધ હોય, સાઇડ ગાર્ડ લાગેલા ન હોય કે પછી અન્ય ખામી હોય તો તે વાહન રીજેકટ કરી દેવાય છે. વિડીયોગ્રાફીના લીધે ઇન્સ્પેકટરો કડક વલણ અપનાવી વાહન ફિટનેશ માટે ચકાસણી કરતા હોય છે.

ઇન્સ્પેકટરોની જાણ બહાર અમુક એજન્ટોએ કરી નાખ્યું હતું. જે વાહનનું ફિટનેશ કરાવવાનું હોય છે તે વાહનની નંબર પ્લેટ એ જ મોડેલના વાહન પર લગાવી દેવાય છે તો જે વાહન રજુ કરે છે તે વાહનના ચેસીસ નંબર વાહન ફિટનેશની રસીદમાં ચેડા કરી એડીટ કરી દેવાય છે અને તે રસીદ ડ્રાઇવરને આપી દેવાય છે જેથી ઇન્સ્પેકટર રસીદ જોઇ ચેસીસ પ્રિન્ટ વેરીફાઇ કરી નંબર પ્લેટ સહિતની ચકાસણી કરી ફીટનેશ કરતા હોય છે. ગેરરિતી કરી બોગસ વાહન ફિટનેશ થઇ શકે તેવી ભિતી સેવતા ગાંધીધામમાં કાગળો પર ચેસીસ પ્રિન્ટ લેવાય છે અને સીસ્ટમમાં આંકડા મેચ થયા બાદ જ વાહન ફિટનેશ કરાય છે.

કડકાઇ વચ્ચે આમ કરનારા નહીં બક્ષાય
વિડીયોગ્રાફીથી વાહનના ફિટનેશ કેમ્પ, આરટીઓમાં કામગીરી તેમજ સ્પેશીયલ ઇન્સ્પેકશનમાં આવી રીતે જાણ બહાર કરાવી જાય એ વાત ગંભીર હોવાનું અને હવેથી વાહનના ચેસીસ નંબર નોંધણી કરાશે તેમજ ઇન્સ્પેકશન દરમિયાન જોયેલા વાહનના ચેસીસ નંબર પણ નોંધણી કરવા રજીસ્ટાર નિભાવાશે જેથી આવી ગેરરિતી અટકી જાય તેવું વાહન ફિટનેસની ડ્યુટી કરતા ઇન્સ્પેકટરોએ જણાવ્યું હતું. વધુમાં તેમણે કહ્યું હતું કે, આમ જો કોઇ વાહન ફિટનેશ કરાવવા માટે કોઇ ગેરરિતી કરશે તો એજન્ટ અને વાહન માલિક બંને સામે કાર્યવાહી કરવામાં આવશે અને બક્ષવામાં નહીં આવે.

અન્ય સમાચારો પણ છે...