ફેરફાર:ભુજ-મુંબઇની દૈનિક વિમાની સેવા શરૂ થવા પૂર્વે દિવસોમાં ફેરબદલ

ભુજ2 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સપ્તાહની ચાર દિવસ વિમાન સેવામાં પણ ટ્રાફિક ચકાસવા ફેરફાર
  • મહિનાના અંતમાં ભુજથી ડેઇલી વિમાન સેવા મળે તેવા એંધાણ

ભુજ અેરપોર્ટ પરથી મુંબઇ માટેની વિમાની સેવા સપ્તાહમાં ચાર જ દિવસ છે પણ મહિનાના અંત સુધીમાં વિમાન સેવા અાખો સપ્તાહ માટે શરૂ થાય તેવા અેંધાણ દેખાઇ રહ્યા છે. અત્યાર સુધી સપ્તાહના જે દિવસે ફલાઇટ ઉડાન ભરતી તે દિવસમાં ફેરફાર કરી અાખા સપ્તાહમાં પ્રવાસીઅોનું ટ્રાફિક મળી રહે છે કે કેમ તેની ચકાસણી કરાઇ છે. સપ્તાહના જે ચાર દિવસે વિમાન ઉડાન ભરતુ તેના બદલે બીજા ચાર દિવસે ઉડાન ભરશે.

ભુજથી રવાના થતી મુંબઇ અને ઉતર ભારતની ટ્રેનો પણ હાઉસફુલ થઇ ગઇ છે ત્યારે ભુજ-મુંબઇની ફલાઇટને ચાર દિવસને બદલે સપ્તાહ માટે શરૂ કરાય તો ટ્રાફિક મળી રહે કે કેમ તે માટે અેરપોર્ટ અોથોરિટીએ નવતર પ્રયોગ કર્યો છે. અત્યાર સુધી ભુજ-મુંબઇ રૂટ પર સોમવાર, બુધવાર, શુક્રવાર અને રવિવારે ફલાઇટ ઉડાન ભરતી પણ હવે ચાલુ સપ્તાહથી સોમવાર, મંગળવાર, ગુરુવાર અને શનિવાર અેમ ચાર દિવસમાં પરિવર્તિત કરાઇ છે.

રણોત્સવ ટાણે ફલાઇટ હાઉસફુલની શક્યતાઅો
દિવાળીના તહેવારને હવે થોડા દિવસો જ બાકી છે તો રણોત્સવની સીઝન પણ શરૂ થશે. કોરોના મહામારી બાદ હવે સરકાર તરફથી છુટછાટ અપાતા પ્રવાસીઅોમાં સતત ઉછાળો અાવી રહ્યો છે. અાગામી પહેલી નવેમ્બરથી રણોત્સવની સીઝન શરૂ થશે તો ચાર તારીખથી દિવાળીના તહેવાર શરૂ થાય છે. અામ દિવાળી અને રણોત્સવના પ્રવાસીઅોને લીધે ફલાઇટ હાઉસફુલ રહેવાની શક્યતા સેવાઇ રહી છે. અામ, સપ્તાહના ચાર દિવસોમાં ફેરફાર કરી ટ્રાફિક ચકાસવાનો પ્રયાસ અેરપોર્ટ અોથોરીટી તરફથી કરાયો છે.

અન્ય સમાચારો પણ છે...