ભુજ બસ પોર્ટ નજીકના ભવિષ્યમાં ભૂજવાસીઓ અને સમગ્ર કચ્છના મુસાફરો માટે લોકાર્પિત થાય તેવા પ્રયત્નો તેજ કરવામાં આવ્યા છે. બુધવારે ભુજ નગર પાલિકાના પ્રમુખ ઘનશ્યામભાઈ ઠક્કર, ચીફ ઓફિસર મનહર સોલંકી, એસટીના વિભાગીય નિયામક યોગેશ પટેલ બસ પોર્ટ બની રહ્યું છે, ત્યાં મુલાકાત લીધી હતી. અત્યારે નવું સંકુલ સિત્તેર ટકા પૂર્ણ થઈને હવે પ્લાસ્ટર, પ્લંબિંગ, ઇલેક્ટ્રિક ફિટિંગ વગેરે કામગીરી બાકી છે. તેમજ મુખ્યમંત્રીએ ખાસ સમીક્ષા બેઠક બોલાવી પ્રાથમિક તારીખ પણ નક્કી કરી છે, ત્યારે સ્થાનિક તંત્ર હવે ગતિમાં આવ્યું છે.
જૂનું બસ સ્ટેશન કે, જ્યા બહાર પ્રવેશ અને નિકાસ ગેટ પાસેથી વાણિયાવાડ સુધી 277 દુકાનો છે. જે ત્રણ દાયકા અગાઉ લીઝ પર ભાડે આપવામાં આવી છે. તે પ્રશ્ન ઉકેલ બાબતે સુધરાઇ પ્રમુખે જણાવ્યું હતું કે, અમે એસટી વડા, એન્જિનિયર, બસ પોર્ટ બનાવનાર એજન્સી વગેરે સાથે બેઠક કરશું અને એક અઠવાડિયામાં જ વેપારીઓ સાથે પણ આ મુદ્દે ચર્ચા થશે. આ ઉપરાંત ત્યાંથી પાણી ઉકેલ લાવવો પણ જરૂરી છે, જેથી ભવિષ્યમાં કોઈ બાધા ઊભી ન થાય, તે માટે અત્યારથી પ્લાનિંગ કરવામાં આવશે. જો જૂની દુકાનના લીઝ ધારકો પ્રસ્તાવ સમજી અને સહકાર આપશે તો કોઈ ગૂંચવણ વગર પ્રશ્ન ઉકેલાઈ જશે.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.