તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભાસ્કર વિશેષ:સદી પુરાણો ‘જૈન બંગલો’ બે ભૂકંપ બાદ પણ અડીખમ

ભુજ18 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • થોભ શેરીનું આ ડેલીબંધ મકાન જાળવણીનો અમૂલ્ય નમૂનો

રાજાશાહીના સમયની કોઈ મિલ્કત કે જે રાજકીય પરિવાર નહિ પણ એક જૈન પરિવારની છે, અને આ અમૂલ્ય વિરાસતને જાળવતા જૈન મોભી ગર્વ સાથે કહે છે કે, કરોડો રૂપિયામાં વેંચીને આધુનિક રહેઠાણમાં રહેવા કરતા વડીલોની સ્મૃતિ સમાન આ મોલાતમાં રહેવું અમારા માટે ગૌરવ છે. બે બે ધરતીકંપ પણ જેને ધ્વસ્ત ન કરી શક્યો તે અમૂલ્ય વિરાસત સંઘવી પરિવાર માટે ગર્વ છે.

રાજ પરિવારના અગ્રીમ સલાહકાર એવા શેઠ હીરાચંદભાઈ ટોકરશી સંઘવી જૈન સમાજના મોભી હતા અને કચ્છ રાજ પરિવારના નજીકના સભ્ય હતા. રાજાશાહી સમયે કચ્છના અંતિમ રાજવી મદનસિંહજીના સલાહકાર એવા હિરાચંદભાઈએ ભુજની થોભ શેરીમાં એક સદી અગાઉ મકાન બનાવ્યું. જે સમયે ભાગ્યે જ બે માળના મકાન જોવા મળતા ત્યારે ભવ્ય ડેલીબંધ મકાન અસ્સલ સીસમના લાકડાનું ફર્નિચર સાથે બનાવ્યું. હીરાચંદભાઈના પૌત્ર અને જૈન સમાજના સહમંત્રી તથા જૈન એજ્યુકેશન ટ્રસ્ટના ટ્રસ્ટી મહેન્દ્રભાઈ કહે છે કે, દાદાએ આ ડેલીબંધ મકાન બનાવ્યું ત્યારે સિમેન્ટ નહોતું શોધાયું, ચુનાથી ચણતર થયું છે. પાયામાં કાળમીંઢ પથ્થર છે. તથા દીવાલ બે થી અઢી ફૂટની છે, જેને કારણે 1956 અને 2001 ના ભયંકર ભૂકંપ આવ્યા બાદ પણ ધ્વસ્ત ન થયો. હા, નુકસાન જરૂર થયું હતું.

ગ્રાઉન્ડ ફ્લોરની સિલીંગ પાકાના લાકડાની આડી થી બનેલી છે. જે 2001 ના ભૂકંપમાં પોતાની જગ્યાએથી દોઢ ઇંચ જેટલી ખસી ગઈ પરંતુ મકાનનો સપોર્ટ બની રહી. આ જ કારણથી કદાચ જમીનદોસ્ત થતાં બચી ગયું. આવા પ્રાચીન વિરાસતને જાળવતા જૈન વડીલ કહે છે કે, સો વર્ષના મકાનની આ યાત્રામાં અનેક શુભ પ્રસંગો અહી ઉજવાયા છે. રાજવી પરિવાર સાથે ઘરોબો હોતા હીરાચંદ સંઘવીના પુત્ર ભવાનજી સંઘવી ટંકશાળ ના સુપ્રિટેન્ડેન્ટ રહ્યા હતા. આઝાદ ભારત અસ્તિત્વમાં આવતા કચ્છી ચલણ બંધ થયું હતું. ભુજની આ પ્રાચીન વિરાસત ખરેખર જાળવણીનો અમૂલ્ય નમૂનો છે.

સો વર્ષ જૂના લાકડાના ફર્નિચરમાં આજ સુધી ઉધઈ નથી પડી !
મહેન્દ્રભાઈ જૈન બંગલામાં એક સદી અગાઉ બનેલા ફર્નિચર કે જેમાં જુલાથી લઈને સંદુક સુધી બધું સીસમના લાકડાનું બનેલું છે, તેમાં આજસુધી ઉધઈ નથી પડી. સો વર્ષ સુધી નથી વાતાવરણની અસર નથી થઈ કે કોઈ જંતુ સુદ્ધાં નથી પડ્યું એ પણ જોવાની વાત છે. વારનીશ વડે ચમકતા ફર્નિચર આજે પણ નવા બન્યા હોય એવા લાગે છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો