સૂચના:અધિકૃત હોટલ સિવાય ST બસ રોકાણથી મધ્યસ્થ કચેરી ખફા

ભુજએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સંચાલન મુખ્ય વ્યસ્થાપકે વિભાગીય નિયામકને પત્ર લખ્યો
  • ​​​​​​​GPS અાધારિત બસનું અમાન્ય વિરામ બંધ કરવા સૂચના

ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમની અમદાવા સ્થિત મધ્યસ્થ કચેરીઅેથી સંચાલન મુખ્ય વ્યવસ્થાપકે વિભાગીય નિયામકને 18મી ડિસેમ્બરે પત્ર લખી સૂચના અાપી હતી કે, નિગમ દ્વારા અધિકૃત હાઈ વે હોટલ સિવાય અેસ.ટી.ની બસો રોકારણ કરી રહી છે, જેથી જી.પી.અેસ. ડેટા અાધારિત દરેક બસનું અમાન્ય વિરામ બંધ કરાવવા કાર્યવાહી કરવી.

પત્રમાં જણાવાયું છે કે, મુસાફરો દ્વારા સતત ઉચ્ચ કક્ષાઅે રજુઅાતો થઈ રહી છે. માધ્યમોમાં પણ નિગમની પ્રતિષ્ઠાને ઝાંખપ લાગે તેવા સમાચારો પ્રસિદ્ધ થઈ રહ્યા છે. જે અતિ ગંભીર બાબત છે. જેની સૂચનાઅો પણ અપાઈ છે. પરંતુ, અાજ દિવસ સુધી વિભાગીય કક્ષાઅે યોગ્ય મોનીટરિંગ ન થયાનું ધ્યાને અાવ્યું છે, જેથી પુન: જણાવવામાં અાવે છે.

વધુમાં કાર્યવાહી કરવા સૂચના અાપતા ઉમેર્યું હતું કે, યોગ્ય કાર્યવાહી કરવી. સઘન દૈનિક મોનીટરિંગ કરવું. જી.પી.અેસ. ડેટા રોજેરોજ અન અોથોરાઈઝ હોલ્ટની ચકાસણી કરવી. જવાબદાર સામે કાર્યવાહી કરવી. અેક જ લાઈન ચેકિંગ સ્ટાફ વડે ચેકિંગ ન કરાવતા અલગ અલગ ટીમ બનાવી સ્થળ પર ચેકિંગ કરવું. સ્થળ ઉપર 250 રૂપિયાનો દંડ ડ્રાઈવર કંડકટર પાસેથી વસુલાતની કાર્યવાહી કરવી. ક્રૂ ચેઈન્જ જેવા અસરકારક પગલા ભરી પ્રવૃતિ બંધ કરાવી. જે કાર્યવાહીનો દિવસ 7માં અહેવાલ મોકલી અાપવું. નહીંતર જવાબદાર અને કસુરવાર સામે શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં અાવશે.

અન્ય સમાચારો પણ છે...