આજે ચૈત્રી પૂનમ એટલે અંજની પુત્ર રામભક્ત હનુમાનજી મહારાજની જન્મજયંતિ. આ ધાર્મિક સવસરની સમગ્ર કચ્છમાં ભક્તિભાવ સાથે ઉજવણી કરી હનુમાનજીની આરાધના કરવામાં આવી રહી છે. પૂર્વ કચ્છના વાગડ વિસ્તારમાં અનેક હનુમાન મંદિર ખાતે હનુમાનજી મહારાજની જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી રહી છે. રાપરના મોટા વાસ ખાતે રામાનંદી સાધુ સેવા ટ્રસ્ટ દ્વારા સંચાલિત રાપરીયા હનુમાનજી મંદિર ખાતે હનુમાન જન્મોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.
આજે સવારે રાપરીયા હનુમાનજી મંદિરથી ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું. જે શહેરના મુખ્ય માર્ગો પર ફરી નીજ મંદિર પરત ફરી હતી. ત્યારબાદ મંદિર સંકુલમાં મારૂતિ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. હવનમાં બેસવાનો લાભ મહાપ્રસાદના દાતા મુકેશભાઈ જાનકીદાસ સાધુ, રાપરને મળ્યો હતો.
બપોરે 12:00 કલાકે પ્રાગટ્ય આરતી કરવામાં આવી હતી. ત્યારબાદ દાદાને 111 કિલોનો એક જ લાડુનો અન્નકુટ ધરાવવા આવ્યો હતો. જે લોકો આકર્ષણનું કેન્દ્ર રહ્યો હતો. શોભાયાત્રામાં રાપર વિશ્વ હિંદુ પરિષદ, બજરંગ દળ તથા વિવિધ હિન્દુ સંગઠનો જોડાયા હતા. તદુપરાંત દિપડીયા મઢી હનુમાન મંદિર ખાતે તેમજ મેઘમેડી હનુમાન મંદિર ખાતે ઉજવણી કરવામાં આવી હતી. જેમાં રમેશ ભાઈ રાજગોર, ઉમેશ સોની, ભિખુભા સોઢા, રાજુભાઈ ચૌધરી, નિલેશ માલી, મેહુલ જોશી, લાલજી કારોત્રા, મેહુલ રૈયા, સજુભા જાડેજા, ભાવેશ રાઠોડ, ચંદનભાઈ બાબુભાઈ કારોત્રા, પ્રહલાદસિંહ ચુડાસમા, બિંદુભા જાડેજા વગેરે જોડાયા હતા. રાપર પોલીસ ઇન્સ્પેક્ટર એમ એન રાણા અને પીએસઆઇ વી. એલ. પરમાર દ્વારા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. રાસ ગરબાની રમઝટ સાથે આજે વાગડ વિસ્તારમાં હનુમાન જયંતિની ઉજવણી કરવામાં આવી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.