ખરીદી:નખત્રાણાની બજારમાં મકરસંક્રાંતિ પૂર્વે ઉજવણીનો ધમધમાટ , બજારમાં ખરીદી શરૂ

નખત્રાણા/નાના અંગિયા5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • તાલુકાના નાના અંગિયા સહિતના ગ્રામીણ વિસ્તારોમાં ગત સાલ જેમ કોરોનાનું ગ્રહણ

શુક્રવારે ઉત્તરાયણ છે તે પૂર્વે નખત્રાણાની બજારમાં ઉજવણીનો ધમધમાટ જોવા મળ્યો હતો તેની વિપરીત તાલુકાના નાના અંગિયામાં આ વખતે પણ કોરોનાનું ગ્રહણ હોય તેમ લોકોમાં ઉત્સાહનો અભાવ વર્તાઇ રહ્યો છે.નખત્રાણામાં રંગ બેરંગી પતંગો તેમજ ફીરકી અને પેચ લડાવવાના દોરના માંજા તૈયાર થઈ રહ્યા છે. ખાસ કરીને વથાણમાં પતંગ રસિયાઓ માંજો ચડાવા આવી રહ્યા છે. ખંભાતથી કાપડ, કાગળ અને પ્લાસ્ટિકની પતંગો વેપારીઓએ મગાવી છે. સુરતી દોરાની માગ સારી રહે છે તેમ કલ્પેશ સોનીએ જણાવ્યું હતું

તાલુકાના નાના અંગિયામાં ગત વર્ષની જેમ આ વર્ષે પણ કોરોના ના કારણે ઉતરાયણ ફિક્કી રહેવાની આશંકાના કારણે પતંગ વેચતા અમુક વેપારીઓએ આ વર્ષે પતંગના સ્ટોલ જ ઊભા નથી કર્યાં.દેવપર (યક્ષ)ના ભરત દરજીએ જણાવ્યું હતું કે, કોરોનાના કારણે ધંધામાં મંદી તેમજ અન્ય કારણોસર આ વર્ષે પતંગની ખરીદી જ નથી કરી. પતંગ અને દોરીના ભાવ પણ વધારે છે. વિથોણના ઈમ્તિયાઝ કુંભાર અને હનીફ રાજાએ જથ્થા બંધ બજારમાં પતંગમાં 20 થી 25 ટકાનો ભાવ વધારો થયો હોવાનું કહ્યું હતું. 5 રૂપિયા માં મળતા સાદા પતંગ થીમાંડીને 100 રૂપિયા સુધીના આકર્ષક ડિઝાઇન, કાર્ટૂન ચિત્રો, અલગ અલગ ભાતના પતંગ ઉપલબ્ધ છે. 50 રૂપિયાથી માંડીને 500 રૂપિયા સુધીની દોરાની ફીરકી પણ બજારમાં મળતી હોવાનું તેમણે ઉમેર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...