તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
નવા વર્ષને આવકારવા માટે યુવાનોમાં ભારે થનગનાટ જોવા મળી રહ્યો છે ત્યારે ફાર્મહાઉસ કે પાર્ટીપ્લોટ અને હોટેલોમાં કોરોનાની ગાઇડલાઇનું ભંગ કરીને ઉજવણી થતી હોવાનું સરપ્રાઇઝ ચેકીંગ વેળાએ જણાશે તો નવા વર્ષની શરૂઆત લોકઅપથી થશે. પશ્ચિમ કચ્છ એસપીએ એક્શન પ્લાન ઘડી તમામ પોલીસ મથકોને સરપ્રાઇઝ ચેકિંગ કરવા સૂચના આપી છે. જિલ્લાના તમામ પોલીસ સ્ટેશનો વિસ્તારમાં હંગામી વાહન ચેકિંગ પોઇન્ટ ઉભા કરી ચેકિંગ કરવામાં આવશે. તો ચેકિંગ પોઇન્ટ પર બ્રેથ એનેલાઇઝર હશે જેથી કેફીપીણુ પીધેલી હાલતમાં હોય તે પકડાઇ જશે. કોરોનાની પરીસ્થિતિને ધ્યાને લઇને જાહેરનામા તથા માર્ગદર્શિકામાં જણાવેલા નિયમોનું ઉલ્લંઘન કરાશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. સરપ્રાઇઝ ચેકિંગ માટે જુદી જુદી ટીમો બનાવાઇ છે અને સંદેહાત્મક જગ્યા જેવી કે હોટેલો, ગેસ્ટહાઉસ, મુસાફરખાના, ફાર્મહાઉસ અને ભુંગાઓ પર ટીમો ત્રાટકશે. તો ઉજવણી વેળાએ કોઇ ધુમ સ્ટાઇલથી બાઇક ચલાવતો હશે કાં તો યુવતિ કે મહિલાની છેડતી કરતો જણાશે તો કાયદેસરનો ગુનો દાખલ કરવામાં આવશે.
શેખપીર પાસે ત્રણ દિવસથી ચેકિંગ જારી
31 ફર્સ્ટની ઉજવણીને અનુલક્ષીને પોલીસ દ્વારા કડક ચેકિંગ હાથ ધરવામાં આવી છે, શેખપીર પાસે પદ્ધર પોલીસ દ્વારા કડકડતી ઠંડીમાં રાત્રે મોડે સુધી ચેકિંગ છેલ્લા ત્રણ દિવસથી ચાલુ છે. માત્ર રાત્રી ચેકિંગમાં જ આઠ સામે ગુનો નોંધાયો હતો તો 32 હજારનો દંડ વસુલાયો છે. શહેર બહારના ફાર્મહાઉસ અને વિલ્લાઓમાં પાર્ટીઓનો દોર શરૂ થઇ ગયો છે ત્યારે પોલીસ પણ પાછીપાની કરી નથી. પદ્ધર પોલીસ છેલ્લા ત્રણ દિવસથી શેખપીર પાસે ચેકિંગ શરૂ કરી છે, રાત્રે મોડે સુધી કામગીરી કરવામાં આવે છે. છેલ્લા બે દિવસમાં 32 એનસી કેસ તો 32 હજારનો દંડ વસુલાયો છે અને આઠ લોકો સામે ગુનો નોંધવામાં આવ્યો હોવાનું એસ. આર. જાડેજાએ જણાવ્યું હતું. તો હજુ એકાદ બે દિવસ સુધી મોડી રાત સુધી ટીમ ચેકિંગ ચાલુ રાખશે તેવી વાત તેમણે કરી હતી.
પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.