આયોજન:ચાર દિવસ જુદી જુદી સ્પર્ધા સાથે ઓનલાઇન સંસ્કૃત સપ્તાહ ઉજવાયું

ભુજએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • કચ્છ યુનિવર્સિટી અને ગાંધીનગર સંસ્કૃત સાહિત્ય અકાદમી દ્વારા આયોજન

ગાંધીનગર સંસ્કૃત સાહિત્ય અકાદમી અને કચ્છ યુનિવર્સિટીના સંસ્કૃત વિભાગ દ્વારા ચાર દિવસ જુદી જુદી સ્પર્ધા સાથે ઓનલાઇન સંસ્કૃત સપ્તાહ ઉજવાયું હતું. ચાર દિવસ સાંજે અઢી કલાક જુદા જુદા આયોજન કરાયા હતા. 4થી ઓગસ્ટથી સાતમી ઓગસ્ટ સુધી દરરોજ સાંજે ઓનલાઇન સંસ્કૃત સપ્તાહની ઉજવણી અંતર્ગત જુદી જુદી સ્પર્ધાનું આયોજન કરાયું હતું. ગુજરાત સાહીત્ય અકાદમીના ડો. હિમ્મત ભાલોડીયા અને કચ્છ યુનિ.ના કુલપતી ડો. જયરાજસિંહ જાડજા અને કુલસચીવ ડો. મનીષ પંડયા પ્રથમ દિવસે ઉદ્દઘાટનમાં હાજર રહ્યા હતા. બાદમાં સંસ્કૃત કથાકથન સ્પર્ધા યોજાઇ હતી તો બીજા દિવસે સંસ્કૃત નૃત્ય સ્પર્ધા તો છઠી ઓગસ્ટે શ્લોકગાનની સ્પર્ધા યોજાઇ હતી. છેલ્લા દિવસે વક્તા સોમનાથ સંસ્કૃત યુનિ.ના ડો. દીપેશ કતીરાએ માહિતગાર કર્યા હતા. સંસ્કૃત ભારતી સૌરાષ્ટ્ર પ્રંતના ડો. પંકજ ત્રિવેદી, હિમાંજય પાલીવાલ અને કિશોરભાઇ કેશવાણી ઉપસ્થિતિ રહ્યા હતા.

એમ્પ્લોયમેન્ટ કાર્ડ નોંધણી-રીન્યુ અંગે માર્ગદર્શન અપાયું
કચ્છ યુનિવર્સીટી અને જિલ્લા રોજગાર કચેરીના સંયુક્ત ઉપક્રમે એમ્પ્લોયમેન્ટ કાર્ડ નોંધણી અને રીન્યુઅલ માટે ઓનલાઈન માર્ગદર્શન અંગેના વિષય સાથે વેબિનારનું આયોજન કરાયું હતું. જેમાં યુનિવર્સીટી રોજગાર માહિતી કેન્દ્રના પ્રમોદ ઉપાધ્યાય અને જગદીશ મારવાડા દ્વારા વિદ્યાર્થીઓ અને ઉમેદવારોને જરૂરી માહિતી સહ માર્ગદર્શન પૂરું પડાયું હતું. વેબિનારનું સંચાલન જગદીશ મારવાડા દ્વારા કરાયું હતું. રોજગાર કચેરીના ઉદેશો અને કામગીરી, એમ્પ્લોયમેન્ટ કાર્ડની ઓનલાઈન નામ નોંધણી, રીન્યુઅલ અને તે માટે જરૂરી ડોક્યુમેન્ટસ – પ્રક્રિયા અંગેનું માર્ગદર્શન પૂરું પાડી વિગતવાર જાણકારી આપી હતી.

અન્ય સમાચારો પણ છે...