તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
કચ્છમાં 16મી જાન્યુઆરીથી હેલ્થકેર વર્કર્સ અને ફ્રન્ટલાઈન વર્કર્સને કોરોના સામે રક્ષણ આપતી કોવિશીલ્ડની રસી આપવાની શરૂઆત થઈ છે. પરંતુ, મોળો પ્રતિસાદ મળ્યો છે, જેથી ભાન ભૂલેલા જિલ્લા આરોગ્ય તંત્રએ સરકારી કચેરીના વિવિધ શાખા અધિકારીઓ મારફતે દબાણ લાવવાનું શરૂ કરી દીધું છે, જેમાં એક બાજુ આંગણવાડીમાં વર્કર્સ અને હેલ્પર્સ બહેનો ઉપર રસી ન લ્યો તો નોકરીમાંથી કાઢી નાખવાની ધમકી આપ્યાની ઓડિયો ક્લિપ વાયરસલ થયા બાદ જિલ્લા વિકાસ અધિકારી ભવ્ય વર્માએ રસી લેવી કે ન લેવી એ ફરજિયાત નથી એવો ખુલાસો કર્યો છે અને બીજી બાજું મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. માઢકે પરિપત્રથી તમામ તાલુકા હેલ્થ ઓફિસરને 100 લાભકર્તામાંથી 95 ટકા લક્ષ્યાંક પાર પાડવા ફતવો બહાર પાડ્યો છે. આમ, તંત્રની બે મોઢાવાળી વાત બહાર આવી છે.
મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ભવ્ય વર્માએ 5મી ફેબ્રુઆરીએ તમામ તાલુકા હેલ્થ ઓફિસરને પરિપત્રથી જણાવ્યું છે કે, રાજ્ય સરકારની સૂચના મુજબ આગમી 6ઠ્ઠીથી 8મી ફેબ્રુઆરી સુધી હેલ્થકેર વર્કર્સ માટે દરેક તાલુકા દીઠ પહેલા સેસનમાં એસ.ડી.એચ. અથવા સી.એચ.સી.માં રાખવાનું રહેશે. ફ્રન્ટલાઈન વર્કર્સ માટે તાલુકાના બાકી રહેલા લક્ષ્યાંક મુજબ કોલ્ડ ચેઈન પોઈન્ટ પર પ્લાનિંગ કરવાનું રહેશે. દરેક સેસન સાઈટ પર 100 લાભકર્તાનો લક્ષ્યાંક અને 95 ટકા સફળ થવું જોઈએ. આમ, અહીં સ્પષ્ટ કહેવાયું છે કે, ‘થવું જોઈએ.’ મતલબ આદેશ છે.
એ ઉપરાંત હેલ્થકેર વર્કર્સનો બાકી રહેલો લક્ષ્યાંક 7મી ફેબ્રુઆરી સુધીમાં પૂર્ણ કરવાનો રહેશે. આગામી 8મી ફેબ્રુઆરીથી ફ્રન્ટલાઈન વર્કર્સના બાકી રહેલા લક્ષ્યાંકને ધ્યાનમાં રાખી આગામી આયોજન કરવાનું રહેશે. અહીં સવાલ એ છે કે, એક બાજુ રસી લેવી કે ન લેવી એ ફરજિયાત છે. મરજિયાત છે. એવું જણાવાય છે અને બીજી બાજું ઊંચા લક્ષ્યાંક પાર કરવા દબાણ કરવામાં આવે છે. જો આવા લેખિત, વ્હોટ્સ એપ મારફતે ઓડિયો, વીડિયો મારફતે ધાકધમકીથી ફરજિયાત રસી લેવા દબાણ થતા હોય તો એ પુરાવાના આધારે કોઈ હાઈકોર્ટમાં જાહેરહિતની અરજી કરી સરકારી તંત્રની સાન ઠેકાણે લાવી શકે છે.
કોઠારામાં રસી લીધા બાદ ‘હાઈ’માંથી ‘બ્લડ પ્રેસર લો’ થયું
સૂત્રોમાંથી મળતી વિગતો મુજબ અબડાસા તાલુકાના કોઠારા પી.એચ.સી.માં આશાવર્કર્સના સુપરવાઈઝર ફાતમાબેને 21મી જાન્યુઆરીએ બપોરે રસી લીધી હતી. ત્યારે તેમને હાઈ બ્લડ પ્રેસરની બીમારી હતી. રસી લીધા બાદ તેઓને માથુ દુખવા લાગ્યું. છાતીમાં તકલીફ શરૂ થઈ. પગમાં તકલીફ થઈ. એ જોઈએ. પી.એચ.ઓ. સિંહા ત્યાંથી ફરાર થઈ ગયા અને બે દિવસ સુધી દેખાયા નહીં. ત્યારબાદ સુપરવાઈઝર ફાતિમાબેનને બાટલા ચડાવાયા. કોઠારામાંથી નલિયા અને ત્યાંથી ભુજ લાવવામાં આવ્યા.
બે દિવસ સુધી ભાનમાં ન હતા. ત્રીજા દિવસે હોશ આવ્યો. પરંતુ, ત્યારબાદ તેમને હાઈબ્લડ પ્રેસરની બીમારીમાંથી લોડ બ્લડ પ્રેસરની તકલીફ શરૂ થઈ ગઈ. સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, નોકરીમાંથી કાઢી નાખવાની ધાકધમકી સાથે રસીકરણ શરૂ થયું હતું. કોઠારામાં 48 આશાવર્કર્સ બહેનોમાંથી 4 બહેનોને તકલીફ શરૂ થઈ ગઈ છે.
આઈ.સી.ડી.એસ.માંથી પણ ધાકધમકીઓ થઈ હતી
આગણવાડીના કર્મચારીઓમાંથી મળતી વિગતો મુજબ ફરજિયાત રસી લેવા માટે જિલ્લા પંચાયત સ્થિત આઈ.સી.ડી.એસ. કચેરીમાંથી પણ વ્હોટ્સ એપ મારફતે દબાણ કરાઈ રહ્યા છે. નોકરીમાંથી કાઢી નાખવા સહિતની ધમકીઓ અપાઈ રહી છે.
ગુંદાલાના ભયભીત શિક્ષિકાનું મૌન
સૂત્રોમાંથી મળતી વિગતો મુજબ મુન્દ્રા તાલુકાના ગુંદાલાના શિક્ષિકા ભાવનાબેન મકવાણાએ મુન્દ્રામાં રસી લીધી હતી. થોડવારમાં જ બેફાન થઈ ગયા હતા. એક કલાક બાદ ભાનમાં આવ્યા હતા, જેથી ઉપચાર શરૂ કરી દેવાયા હતા, જેથી નિવૃત આચાર્ય માધવગર ગોસ્વામીએ જિલ્લા આરોગ્ય તંત્ર ઉપરાંત રાજ્ય કક્ષાએ પણ જાણ કરી હતી. જોકે, એ જોગાનુંજોગ હતું કે, નહીં એ સ્પષ્ટ થયું નથી. કેમ કે, ખરાઈ કરવા શિક્ષિકાને કોલ કરી પૂછતા તેમણે જણાવ્યું હતું કે, એ બાબત હું કાંઈ કહેવા માંગતી નથી. આમ, સરકારી કર્મચારીઅોને ધાકધમકી કરી રસી અાપવા મજબૂર કરાય છે. આડઅસર અાવે તો નોકરી જવાની બીક માૈન સેવી લે છે.
હેલ્થકેર વર્કર્સને પકડી શકાય, ફ્રન્ટલાઈન વર્કર ઉપર દબાણ કેમ થશે
મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. માઢકે ફ્રન્ટલાઈન વર્કર્સને રસી આપવાનો 95 ટકા લક્ષ્યાંક પૂરો કરવા દબાણ કરાયું છે. જોકે, તેમના નેઠા હેઠળના હેલ્થકેર વર્કર્સને તો ધાકધમકીથી દબાણ કરી શકાય. પરંતુ, ફ્રન્ટલાઈન વર્કર્સને દબાણ કેવી રીતે કરી શકાશે. પરંતુ, તમામ સરકારી કચેરીઓમાં શાખા અધિકારીઓ દ્વારા દબાણ થઈ રહ્યા છે. જો કોઈ કર્મચારી દબાણને વશ ન થાય તો એમને હેરાન પરેશાન કરવામાં આવતા હોવાની પણ ફરિયાદ ઉઠી છે.
પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.