તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આયોજન:લોરિયા-ભિરંડીયારા ચેકપોસ્ટ પર સીસીટીવી કેમેરા લગાવવા ખાતરી, આજે પધ્ધર અને લોડાઇમાં એસપી યોજશે લોક દરબાર

ભુજ2 મહિનો પહેલા
 • કૉપી લિંક

ગત 20મી ફેબ્રઆરીના ભુજ તાલુકાના ખાવડા અને કુરન ખાતે પશ્ચિમ કચ્છ એસપીએ લોક દરબાર યોજીને લોકોની રજુઆત અને પશ્નો સાંભળ્યા હતા. આજે ભુજ તાલુકાના પધ્ધર અને લોડાઇ ગામમાં લોકદરબારનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં આસપાસના ગામોના આગેવાનો હાજર રહીને કોઇપણ ફરિયાદ કે, રજુઆત હોય તો સીધા એસપી સમક્ષ કરી શકશે તેવું યાદીમાં જણાવાયું છે.

ખાવડા ખાતે યોજાઇ ગયેલા એસપીના લોકદરબારમાં સ્થાનિકો દ્વારા એસપી સૌરભસિંહ સમક્ષ એવી રજુઆત કરાઇ હતી કે, અહીંના માલધારીઓના પશુઓની ચોરીનું પ્રમાણ વધુ ગયું છે. તેનો કોઇ વિકલ્પ થાય તો, પશુધનને બચાવી શકાય અને લોરીયા અને ભીરંડીયારા ચેક પોસ્ટ પર સીસીટીવી કેમેરા લગાવામાં આવે તેવી માંગ કરાઇ હતી. એસપીએ આ બાબતે કલેકટર સાથે ચર્ચા કરીને બોર્ડર ડેવલોપમેન્ટ એરિયા અંતર્ગત બન્ને ચેક પોસ્ટો પર સીસીટીવી કેમેરા મુકાવા આવે તેવા પ્રયત્નો હાથ ધરવામાં આવશે તેવું જણાવ્યું હતું.

એસપીના પ્રજા પ્રત્યેના અભિગમથી ગામલોકો ખુશ થયા હતા. જિલ્લાના દરેક પોલીસ મથકના વાર્ષિક ઇન્સપેક્શન સમયે આસપાસના ગામોમાં ખુદ એસપી જઇને લોકદબારના માધ્યમથી પ્રજાને થતી મુશ્કેલીઓને વાચા આપશે. શનિવારે સાંજે પાંચ વાગ્યે પધ્ધર પોલીસ સ્ટેશન અને ત્યાર બાદ લોડાઇ ગામ ખાતે પોલીસ અધિક્ષક સૌરભસિંહ લોક દરબાર યોજશે જેમાં તમામ લોકો રૂબરુ રજુઆત કરી શકશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

  વધુ વાંચો