તપાસ:રાવલવાડી પોસ્ટ કાૈભાંડમાં સીબીઆઇ કરે છે લાંચ-રૂશ્વત કાયદા તળે તપાસ

ભુજ19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સ્થાનિકે દોડી અાવેલી ટીમોની કાર્યવાહી અંગે અાજે ખુલાસાની શક્યતા

ભુજના રાવલવાડી ટપાલ કચેરીના નાણાકીય ગફલા મુદ્દે અલગથી અેફઅાઇઅાર નોંધ્યા બાદ સીબીઅાઇઅે લાંચ રૂશ્વત કાયદા તળે તપાસ અાગળ ધપાવી છે અને સ્થાનિકે દોડી અાવેલી ટીમોની કાર્યવાહી અંગે તા.03-01, સોમવારના ખુલાસો કરાય તેવી શક્યતા સેવાઇ રહી છે.

તા.28-12ના સીબીઅાઇઅે અલગથી અેફઅાઇઅાર નોંધી ગુરુવારના સવારે જુદી-જુદી ટુકડીઅો અારોપીઅોના ઘરે તપાસ અર્થે ત્રાટકી હતી. રાજ્યના ટપાલ વિભાગમાં સાૈથી મોટા કહેવાતા નાણાકીય ગફલા મુદ્દે સીબીઅાઇની ટીમે નોંધેલા ગુન્હામાં લાંચ રૂશ્વત કાયદાની કલમ 13 (2) ઉમેરી તે દિશામાં તપાસ અાદરી છે. અગાઉ ભુજના અે ડિવિઝન પોલીસ મથકે નોંધાયેલી ફરિયાદમાં અાઇપીસી કલમ 409, 465, 467, 468, 471, 473, 201 અને 114 લગાવાઇ હતી, જેની સામે સીબીઅાઇઅે અાઇપીસીની 409, 467, 468 અને 471 ઉપરાંત વધારાની 120 બી, 420 અને લાંચ રૂશ્વતની કલમ 13 (2) હેઠળ ગુન્હો નોંધ્યો છે.

જે પૈકી ગુનાહિત િવશ્વાસઘાત અેટલે કે કલમ 409 મુજબ અાજીવન અથવા તો 10 વર્ષ સુધીની કેદ અને દંડ, ઉપરાંત કલમ 120-બી મુજબ અાજીવન કેદ અથવા તો 2 કે તેથી વધુ વર્ષ માટે કેદની શિક્ષા અને કલમ 420 મુજબ 7 વર્ષની કેદ અને દંડની સજા થઇ શકે છે. સીબીઅાઇઅે નોંધેલી કલમો મુજબ રાવલવાડી પોસ્ટ અોફિસની નાણાકીય ગોબાચારીમાં અારોપીઅો સામે અાગામી સમયમાં સકંજો કસાય તો નવાઇ નહીં.

ગાંધીનગર સીબીઅાઇ સૂત્રોના કહેવા મુજબ ભુજમાં ત્રાટકેલી ટીમોઅે કરેલી કાર્યવાહીનો અહેવાલ તા.03-01, સોમવારના જાહેર કરાય તેવી શક્યતા સેવાઇ રહી છે. કાયદાકીય ક્ષેત્રે સંકળાયેલા સૂત્રોનું માનીઅે તો સીબીઅાઇઅે લગાવેલી કલમો મુજબ અારોપીઅોને જામીન મળવા મુશ્કેલ છે.

નાણાકીય ગોબાચારીના કેસની ગંભીરતાને લઇ અભ્યાસ કર્યા બાદ નોંધાઇ ફરિયાદ
રાવલવાડી પોસ્ટ અોફિસના નાણાકીય ગફલા મુદ્દે ટપાલ વિભાગના અધિક્ષક કે.અેમ. દેસાઇઅે સીબીઅાઇમાં તા.12-4-21ના ફરિયાદ માટે વિગતવાર અરજી કરી હતી પરંતુ સીબીઅાઇઅે તા.28-12-21 અેટલે કે, 8 મહિના બાદ ફરિયાદ નોંધી હતી. મોડી ફરિયાદ મુદ્દે ગાંધીનગર સીબીઅાઇના સૂત્રોના કહેવા મુજબ અા કેસની ગંભીરતાને ધ્યાને લઇ તેનો પૂરતો અભ્યાસ કર્યા બાદ ફરિયાદ નોંધવામાં અાવી છે.

અન્ય સમાચારો પણ છે...