કોરોનાથી રાહત ડેન્ગ્યુનો ડંખ:સાવધાન: કચ્છમાં માથું ઊંચકી રહ્યો છે ડેન્ગ્યુ

ભુજએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • તંત્ર 10 દિવસમાં 46 કેસ કહે છે,જોકે વાસ્તવિક આંકડો ઘણો ઊંચો
  • મેલેરિયા,ચીકનગુનીયા અને અન્ય વાયરલ ફીવરના દર્દીઓ પણ નોંધપાત્ર રીતે વધ્યા

કચ્છ જિલ્લામાં મચ્છરજન્ય રોગચાળાએ હાલમાં માથું ઊંચક્યું છે જેને પગલે શહેરોથી માંડીને ગ્રામીણ વિસ્તારોમાં ઘરોધર બીમારીના ખાટલા જોવા મળી રહ્યા છે,સરકારી હોય કે પ્રાઇવેટ દવાખાના અને ક્લિનિકમાં પણ તાવ,શરદીના દર્દીઓનો વધારો થઈ રહ્યો છે આ વચ્ચે કચ્છમાં સતાવાર રીતે ડેન્ગયુ બીમારીએ માથું ઊંચક્યું છે જેને પગલે આગામી દિવાળીનો તહેવાર ખરાબ ન થાય એ માટે લોકો અત્યારથી જ સચેત બની જાય એ જરૂરી છે.

આ અંગેની વિગતો મુજબ,દર વર્ષે આ સમયગાળામાં ડેન્ગ્યુ,મેલેરિયા, ચિકનગુનીયા સહિતની બીમારીઓના દર્દીઓ વધી જાય છે.છેલ્લે 2019 માં મોટા પ્રમાણમાં આ બીમારીએ માથું ઊંચક્યું હતું. જોકે માર્ચ 2020 માં કોરોનાના આગમન બાદ લોકોએ સાવચેતી રાખવાનું શરૂ કરી દેતા કેસોના પ્રમાણમાં ઘટાડો થયો છે જોકે આ વખતે કોરોના હળવો થતા ફરી મચ્છરજન્ય બીમારીએ માથું ઊંચક્યું છે. તંત્રના જણાવ્યા પ્રમાણે,કચ્છમાં સરકારી દવાખાનામાં ચાલુ માસના પ્રથમ 10 દિવસમાં 44 જેટલા શંકાસ્પદ કેસ આવ્યા હતા.

જેમાં અલાઈઝા ટેસ્ટ કે જે માત્ર જી.કે.માં થાય છે તેની તપાસણી દરમ્યાન 6 પોઝિટિવ આવ્યા છે. જ્યારે પ્રાઇવેટ હોસ્પિટલમાં 40 જેટલા કેસ આવ્યા છે.અલબત્ત આ 46 કેસો માત્ર નજીવા છે પણ વાસ્તવિક સ્થિતિ પર નજર કરીએ તો આ આંકડો ઘણો ઊંચો હોવાની સંભાવના છે તેમજ મેલેરિયા,ચીકનગુનીયા અને અન્ય વાયરલ ફીવરના દર્દીઓ પણ નોંધપાત્ર રીતે વધી ગયા છે. નોંધનીય છે કે,છેલ્લા પખવાડિયાથી કચ્છમાં સામાન્ય તાવ,શરદી,ઉધરસ સહિતની બીમારીઓનો ઉપદ્રવ વધી ગયો છે.

સરકારી દવાખાનાઓમાં પણ દરરોજ 80 થી 100 જેટલી ઓપીડી હોવાનું જાણવા મળે છે ઉપરાંત પ્રાઇવેટ લેબમાં તો દરરોજ કેસો આવી રહ્યા છે અને ક્લિનિક-હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઇ રહી છે. હાલ બપોરે ગરમી,રાત્રે ઠંડી જ્યારે પરોઢે માઘનો અનુભવ થઈ રહ્યો હોવાથી વિષમ હવામાનના કારણે પણ બીમારીએ માથું ઊંચક્યું હોવાનું મનાઇ રહ્યું છે.

લોકભાગીદારી બીમારીને અટકાવવામાં મદદરૂપ બનશે
એડિસ મચ્છર દિવસે ઉડે છે અને કરડે છે જેનાથી ડેન્ગ્યુ થાય છે.જ્યારે મેલેરિયાના પીવાયવેક્સ નામના મચ્છર રાત્રીના સમયે કરડે છે.આ બીમારીને અટકાવવા માટે લોકભાગીદારી હોવી જરૂરી છે.જિલ્લા મેલેરિયા અધિકારી પ્રકાશભાઈ દુર્ગાણીએ જણાવ્યું કે,બીમારીથી બચવા માટે લોકો પોતાની આસપાસના સ્થળોએ પાણીના પાત્રો ઢાંકીને રાખે, વરસાદી પાણીનો નિકાલ કરવામાં આવે,સ્વચ્છતા રાખવામાં આવે તેમજ કોઈ પણ ખુલ્લા પાત્રો કે જાહેર સ્થળોએ પાણીના ખાબોચિયા ભરાયેલા ન હોવા જોઈએ.

ખુલ્લા પાત્રોમાં ભરાયેલું વરસાદી પાણી લોકો ઢોળી નાખે અને ખાબોચિયામાં માટી કે ઓઈલ નાખી દે તો મચ્છરની ઉત્પતિ અટકાવી શકાશે. ઉપરાંત આ બીમારીથી બચવા માટે આખું શરીર ઢંકાઈ જાય તેવા વસ્ત્રો પહેરવા જોઈએ.

લોકભાગીદારી બીમારીને અટકાવવામાં મદદરૂપ બનશે
એડિસ મચ્છર દિવસે ઉડે છે અને કરડે છે જેનાથી ડેન્ગ્યુ થાય છે.જ્યારે મેલેરિયાના પીવાયવેક્સ નામના મચ્છર રાત્રીના સમયે કરડે છે.આ બીમારીને અટકાવવા માટે લોકભાગીદારી હોવી જરૂરી છે.જિલ્લા મેલેરિયા અધિકારી પ્રકાશભાઈ દુર્ગાણીએ જણાવ્યું કે,બીમારીથી બચવા માટે લોકો પોતાની આસપાસના સ્થળોએ પાણીના પાત્રો ઢાંકીને રાખે, વરસાદી પાણીનો નિકાલ કરવામાં આવે,સ્વચ્છતા રાખવામાં આવે તેમજ કોઈ પણ ખુલ્લા પાત્રો કે જાહેર સ્થળોએ પાણીના ખાબોચિયા ભરાયેલા ન હોવા જોઈએ.ખુલ્લા પાત્રોમાં ભરાયેલું વરસાદી પાણી લોકો ઢોળી નાખે અને ખાબોચિયામાં માટી કે ઓઈલ નાખી દે તો મચ્છરની ઉત્પતિ અટકાવી શકાશે. ઉપરાંત આ બીમારીથી બચવા માટે આખું શરીર ઢંકાઈ જાય તેવા વસ્ત્રો પહેરવા જોઈએ.

અન્ય સમાચારો પણ છે...